News of Monday, 21st October 2024
ખંભાળીયામાં સફાઇ કામદારો દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે અચોકકસ મુદતના આંદોલનના મંડાણ
જુદી-જુદી માંગણીઓ સંદર્ભે સહમતી ન સધાતા રોષ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૧ :. ખંભાળીયા શહેરની પાલિકાના સફાઇ કામદારો દ્વારા ગત તા. ૭-૧૦-ર૪ ના રોજ તેમના પડતર પ્રશ્નો અંગે ૧૪ દિવસમાં ઉકેલ ના આવે તો હડતાલ તથા આંદોલનની ચીમકી આપઇ હતી. જેમાં પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, હોદેદારો સદસ્યો તથા ચીફ ઓફીસર દ્વારા સમાધાન માટે સતત મંત્રણાના દોર છતાં મંત્રણા સફળ ના થતાં અને માંગણીઓ તથા કેટલાક મહત્વના નીતિ વિષયક પ્રશ્નો અંગે સહમતિ ના સધાતા આજથી આંદોલન સાથે હડતાલ શરૂ થયાનું રાજય સફાઇ કર્મી મહામંડળના મહામંત્રી રમેશભાઇ વાઘેલા એ જણાવ્યું હતું.
દીવાળીના તહેવારો ટાંકણે જ પાલિકાના હોદેદારો તથા અધિકારીઓની હડતાલ આંદોલનની સ્થિતિ ઉભી થતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
