<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

રાજુલાના કાન્‍હા વિશ્વ વિદ્યાલયના મેનેજીંગ ટ્રસ્‍ટી પરેશ જોશીનો આપઘાતનો પ્રયાસ

પોલીસે ફરિયાદીને ફરિયાદમાંથી આરોપીનું નામ કાઢવા કહીને ધમકી આપ્‍યાની ચર્ચા

(જગદીશ ઝાંખરા દ્વારા) રાજુલા,તા.૨૧ : રાજુલાની સુપ્રસિદ્ધ કાન્‍હા વિશ્વવિદ્યાલયમાં છેલ્લા થોડા સમયથી ટ્રસ્‍ટીઓમાં ગબરુ નાઝા પીંજર ,નાજા પિંજર અને મેનેજિંગ ટ્રસ્‍ટી અને સંચાલક પરેશ જોષી વચ્‍ચે કેટલાક મુદ્દે વિવાદ થયેલ હોય આ દરમિયાન ગભરૂ નાઝા પિંજર જે નાજાપિંજર પૂર્વ તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખનો પુત્ર હોય મોડી રાત્રિના સમયે સ્‍કૂલના ચોકીદાર પાસેથી ચાવીઓ લઈને સ્‍કૂલના મહત્‍વના ડોકયુમેન્‍ટની ચોરી કરેલ હોય આ મામલે મેનેજિંગ ટ્રસ્‍ટી અને સંચાલક પરેશ જોશી દ્વારા સીસીટીવીના ફૂટેજના આધાર પુરાવા સહિતની એફઆઇઆર દાખલ કરવા અરજી આપી જેની જાણ ગભરુ પિંજર ને થતા તેણે સામે એફ આઈ આર દાખલ કરવા અરજી આપી જેમાં પરેશ જોષી દ્વારા ગભરુ પિંજર,નાઝા પિંજર ,ઘનશ્‍યામ પિંજર અને એક અન્‍ય શખ્‍સના નામો નાખેલા સામે પક્ષે ગભરુ પિંજર દ્વારા મેનેજિંગ ટ્રસ્‍ટી અને સંચાલક પરેશ જોશી ઉપરાંત તેમના પત્‍ની અને તેના સાળા વિરુદ્ધ ફરિયાદ અરજી કરેલ હતી.

આ દરમિયાન પીઆઇ દ્વારા પરેશ જોશીને પી.એસ.આઇ મારફત જણાવેલ કે નાજાભાઇનું નામ નિવેદનમાંથી કાઢી નાખો તો સામે પક્ષે પરેશભાઈએ કહેલ કે મારી પત્‍નીનું અને મારા સાળાનું નામ કાઢો તો હું નાઝા પિંજરનું નામ કાઢું મારી પત્‍ની અને મારો સાળો કડીએ સ્‍કૂલે  આવતા નથી તેમ જ આ વિવાદમાં પણ કયાંય નથી જેથી પી.આઈ દ્વારા આ અંગે પોલીસ સ્‍ટેશનમાં નિવેદન બદલવા પીએસઆઇ મારફત બોલાવેલા પીઆઈ કોલાદ્રા દ્વારા બીજી વાર નિવેદન લઈને નાઝા પિંજર નું નામ કાઢી નાખ્‍યું જ્‍યારે સામે પક્ષે થયેલ ફરિયાદમાં પહેલા પરેશભાઈ જોશીના પત્‍નીનું અને તેમના સાલાનું નામ દેખાડવા માટે કાઢયા બાદ તે કાગળ ફાડીને નવું કાગળમાં ફરીથી બંને નામો એડ કરી દેતા પરેશભાઈ જોશી એ પી.આઈને મળીને જણાવેલ કે તમે મારી સાથે ફ્રોડ કરેલ છે અને તમે એક તરફી વલણ અપનાવી રહ્યા છો અગાઉ પણ તમોએ મને અવારનવાર ધક્કા ખવડાવીને એક તરફી વલણ અપનાવેલ હતું તમે આ રીતે એક તરફી વલણ અખત્‍યાર કરીને ગબરુ પિંજર સાથે મળીને અમારી સ્‍કૂલ હડપ કરવાનું ષડયંત્ર રચેલ છે કે શું? બાદમાં પીઆઇ ચેમ્‍બરની બહાર નીકળીને પરેશ જોશી એકદમ ભાંગી પડેલ હતા અને ચોધાર આંસુએ રડવા લાગેલા ત્‍યારબાદ ત્‍યાં હાજર પત્રકારો જગદીશ જાખરા અને ચેતન વ્‍યાસ દ્વારા સમજાવીને પરેશ જોશીને રાજુલાના આગરીયા જગત નાકા સુધી મૂકી આવેલ અને પરેશ જોશીનું રેસિડેન્‍ટ હાલમાં અમરેલી હોય ત્‍યાં જવા રવાના કરેલ હતા.

 પી.આઈ કોડાદરાના વર્તનને લઈને પરેશ જોશી ને લાગી આવતા તેઓ દ્વારા પોતાનો એક વિડીયો બનાવેલ જેમાં પૂર્વ તાલુકા પંચાયત ભાજપના -મુખ નાઝા પિંજર અને ગબરુ પિંજરના ત્રાસથી ઝેરી પદાર્થે પીને જીવન ટૂંકાવવાનો રસ્‍તો અપનાવી રહ્યા હોવાનું વિડિયો બનાવેલ અને તેમાં ત્રાસ અંગે જણાવેલ હતું.

આ અંગે હજુ સુધી કોઇ વધુ વિગતો જાણવા મળી નથી

(1:43 PM IST)