<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

પોરબંદર ડિસ્‍ટ્રીક ચેમ્‍બર ઓફ કોમર્સ દ્વારા સેવાભાવી પ્રવીણભાઇ ખોરાવાનું સન્‍માન

સામાજીક શૈક્ષણીક અને મેડીકલ ક્ષેત્રે પ્રવીણભાઇની અવિરત સેવાઃ અર્જુનભાઇ મોઢવાડીયા, પૂ.ભાઇશ્રી, પૂ. વસંત બાવાશ્રી તથા ભાનુ પ્રકાશ સ્‍વામીની ઉપસ્‍થિતિમાં બહુમાન

(પરેશ પારેખ દ્વારા)  પોરબંદર, તા., ર૧: ડિસ્‍ટ્રિક્‍ટ ચેમ્‍બર્સ ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા પાયોનિયર ક્‍લબ અને સાગરપુત્ર સમન્‍વયના પ્રમુખશ્રી, પોરબંદરના પ્રવીણભાઈ ખોરાવાને સેવાકીય,સામાજીક, શૈક્ષણિક અને મેડીકલ ક્ષેત્રે તેમના અગત્‍યના યોગદાન માટે સન્‍માનિત કરવામાં આવ્‍યા છે.

આ સન્‍માન સમારોહ માં પોરબંદરના ધારાસભ્‍ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, પુજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, વસંતબાવાશ્રી, સ્‍વામિનારાયણ ગુરુકુળના ભાનુપ્રકાશ સ્‍વામીજી, જિલ્લા કલેક્‍ટર શ્રી એસ.ડી.ધાનાણી , જિલ્લા એસ.પી. શ્રી ભગીરથસિંહ જાડેજા ,પોરબંદર ડી.ડી.ઓ.,પોરબંદર છાંયા નગરપાલિકા ના પ્રમુખ ચેતનાબેન તિવારી વગેરે મહેમાનો તેમજ પોરબંદર ડિસ્‍ટ્રિક્‍ટ ચેમ્‍બર્સ ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝ ના પ્રેસિડેન્‍ટ શ્રી જતિનભાઈ હાથી અને ચેમ્‍બર્સના હોદ્દેદારો ના વરદ હસ્‍તે પ્રવીણભાઈ ખોરાવાનું પુષ્‍પગુચ્‍છ આપી,શાલ ઓઢાડી,મોમેન્‍ટો તેમજ પ્રમાણપત્ર આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આ સમારંભમાં  મહેમાનોએ તેમના ઉદબોધનમાં શ્રી પ્રવીણભાઈ ખોરાવાની કાર્યશીલતા અને સમાજ માટેની તદ્દન નિઃસ્‍વાર્થ સેવાઓની સમજૂતી આપવામાં આવી. તેમણે જે રીતે સમાજમાં પરિવર્તન લાવ્‍યું છે, તે દરેક માટે  પ્રેરણા છે તેમ જણાવ્‍યું હતું.

સામાજિક સેવા અને સર્વાંગી વિકાસમાં તેમના અનુક્રમિત યોગદાન માટે તેઓને અભિનંદન આપવામાં આવ્‍યા હતા.

આ સન્‍માન સમારોહમાં ક્‍લબનાં મેમ્‍બર્સ હરજીવનભાઈ કોટિયા, જ્‍યેન્‍દ્રભાઈ ખૂંટી, ઘનશ્‍યામભાઈ મહેતા, રાજીવ વ્‍યાસ, કિરીટભાઈ ધોળકિયા, પરેશ પારેખ, મુકેશભાઈ ગોસલિયા, પ્રદીપભાઈ ગજ્જર, દીપાબેન ચાવડા, ચેતનાબેન થાનકી અને મીનાક્ષીબેન ગજ્જર હાજર રહ્યા હતા અને શ્રી પ્રવીણભાઈ ખોરાવાને સન્‍માન મળવા બદલ શુભેચ્‍છાઓ પાઠવી હતી.

(2:14 PM IST)