હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોંડલમાં ધોધમાર વરસાદને લઈને રાજમાર્ગો જળબંબોળ
તાલુકાનાં અનેક ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી કપાસ, મગફળી, મરચી સહિતનાં પાકો નિષ્ફળ થતાં ખેડૂતો પાયમાલ બન્યા

ગોંડલ :રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધા છતાં ફરી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન નિષ્ણાતો પ્રમાણે હજુ 22 ઓક્ટોબર સુધી વરસાદ રહેવાની સંભાવના છે. ત્યારે ગોંડલ અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારમાં સાંજે ફરી વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી સાંજ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
શહેર અને તાલુકાનાં અનેક ગામોમાં આજે સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. ત્યારે તાલુકાનાં અનીડા ભાલોડી, વેજાગામ, ગુંદાળા સહિતનાં અનેક ગામોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો. ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદને લઈને રાજમાર્ગો પાણી પાણી થઈ જવા પામ્યા છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આથી, લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે.
ગોંડલ પંથકમાં સતત પડી રહેલા વરસાદના કારણે જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. ખેતરમાં ઊભા પાકને વરસાદનાં કારણે ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. માહિતી મુજબ, કપાસ, મગફળી, મરચાં સહિતનાં પાકો ધોધમાર વરસાદનાં કારણે નિષ્ફળ થઈ રહ્યા છે. પાક નિષ્ફળ જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
