News of Tuesday, 22nd October 2024
ટ્રકનું પૈડું ફાટ્યું ડીશ ઊછળીને મિકેનિકની છાતીમાં લાગી અને મોત નીપજ્યું

( વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ : મોત ક્યારે કયા સ્વરૂપે આવશે એ ખબર હોતી નથી. કચ્છના ગાંધીધામના ચુડવા ગામ પાસે આવેલ વર્કશોપમાં ૨૪ વર્ષીય મિકેનિકનું કામ કરતા મોત નીપજ્યું હતું. રાહુલ દુર્ગા રાય નામનો આ મિકેનિક ટ્રકમાં રિપેરીંગ કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક ટ્રકનું પૈડું ફાટ્યું હતું. જેમાં એના ટાયરની ડીશ ઉડીને રાહુલની છાતીમાં જોરથી લાગતા તેનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું.
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
