News of Tuesday, 22nd October 2024
જસદણમાં તોફાની વરસાદથી પાક સાથે મિલકતોને પણ નુકસાન
વિંછીયા રોડ ઉપર હડમતીયા ગામ પાસે આવેલ અરિહંત વેરહાઉસમાં ભારે નુકસાન

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા. ૨૨: જસદણ પંથકમાં બે દિવસ થયા પડી રહેલા વરસાદના લીધે અનેક ખેડૂતોના તૈયાર પાક જેમાં ખાસ કરી મગફળી માં ભારે નુકસાન થયું છે ત્યારે જસદણના વિંંછીયા રોડ ઉપર આવેલ એક ગોડાઉન પણ પડીને પાદર થઈ ગયું છે.
હડમતીયા ગામ પાસે આવેલ ભાવનાબેન બાવળીયાની માલિકીના ગોડાઉન માં બે દિવસ પહેલા પડેલા વરસાદના લીધે ગોડાઉન માં ભારે નુકસાન થયું છે.
લીલાપુર તેમજ હડમતીયા આજુબાજુના ગામોમાં પડેલા ૪ થી ૫ ઈંચ વરસાદને લીઘે ખેતરમાં પડેલ મઞફળીના પાથરા તણાય ઞયા હતા.
ખેડુતોને થયેલા અને બીજી મિલ્કતોને થયેલ નુકશાનીનો વ્હેલી તકે સર્વે કરી યોગ્ય કરવા આ પંથકના લોકો એ માંઞણી કરી છે.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
