News of Tuesday, 22nd October 2024
જુનાગઢ સિવિલ હોસ્પીટલમાં પ્રથમવાર ફ્રીમાં બેરિયાટ્રિક-સારણ ગાંઠની સર્જરી
આણંદના ડો. પરાગ પટેલ અને તેની ટીમ દ્વારા સફળ ઓપરેશન

ઉપરોકત તસ્વીરમાં બેરીયાટ્રીક સારણગાંઠની સર્જરી કરતા ડો. પરાગ પટેલ સહિતના તબીબો નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. રર :.. જુનાગઢમાં અગાઉ સેવા આપી ચુકેલ હાલ આણંદ-ઝાયડસ હોસ્પીટલના લેપ્રોસ્કોપી અને બેરિયાટ્રીક સર્જન ડો. પરાગ પટેલ એ તબીબોની ટીમ સાથે જુનાગઢની સીવીલ હોસ્પીટલમાં તા. ર૦ ને રવિવારના રોજ સૌ પ્રથમવાર થ્રીડી લેપ્રોસ્કોપીક ઇ-ટેપ આર. એસ. પધ્ધતિથી ફ્રીમાં એક બેરિયાટ્રીક અને બે સારણગાઠનું ઓપરેશન કરવામાં આવેલ.
ડો. પરાગ પટેલએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે ઓપરેશન ખાનગીમાં ૩ લાખના ખર્ચે થાય તે અદ્યતન ટેકનિકથી સીવીલમાં મફત કરવામાં આવ્યુ તેઓએ વધુમાં જણાવેલ કે તા. ૧૯ ના રોજ બેરિયાટ્રીક ચેકઅપ કેમ્પનું આયોજન કરાયુ હતું. જેમાં ૧૦૦ ઓપીડી નોંધાયેલ હતી.
હાલના સમયમાં બેરિયાટ્રીક રોગનો ભોગ મોટા પ્રમાણમાં લોકો બની રહ્યા છે. જેનું મુખ્યકારણ આજની જીવન શૈલીમાં થયેલ ફેરફાર છે. આ ચેકઅપ કેમ્પ બાદ તા. ર૦ ના રોજ ડો. પરાગ પટેલ અને તેની ટીમના તબીબો દ્વારા એક બેરીયાટ્રીક અને બે સારણ ગાંઠની સર્જરી કરવામાં આવેલ. જેમાં બેરિયાટ્રીકમાં ૪૭ વર્ષીય મહિલા અને એક દુટી પરની અને એક સાથળ પાસેની સારણ ગાંઠ એમ કુલ ત્રણ ઓપરેશન થયા હતા. સામાન્ય રીતે અન્ય ખાનગી હોસ્પીટલો બેરીયાટ્રીક ઓપરેશનના ૩ લાખ અને સારણગાંઠનો દોઢ લાખ થાય છે જે સિવિલમાં સૌપ્રથમવાર મફત થયું હતું.
સીવીલ હોસ્પીટલના સુપ્રીટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટએ જણાવ્યું હતું કે અદ્યતન ટેકનોલોજીથી બેરીયાટ્રીકનું ઓપરેશન ૧ કલાકમાં જયારે સારણ ગાંઠનું ૪૦ અને ૩૦ મીનીટના સમયમાં થયું હતું.
સમગ્ર ઓપરેશનનું લાઇવ ટેલીકાસ્ટ પણ ગોઠવવામાં આવેલ. આ ઓપરેશનમાં એક તબીબ અને નર્સિંગ સ્ટાફ મળી કુલ ર૦ લોકોની ટીમે જહેમત ઉઠાવી હતી.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
