<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

ગોંડલના એક શખ્‍સને વ્‍યાજ વટાવના ધંધાર્થીએ ખોટા કેસમાં ફસાવ્‍યાની બી ડીવીઝનમાં ફરીયાદ

ભોગ બનેલ શખ્‍સ કોઇપણ પ્રકારનું અનઇચ્‍છનીય પગલું ભરે તો વ્‍યાજ ખોરની જવાબદારી?

(જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા) ગોંડલ તા. ૨૨ : ગોંડલ શહેર ખાતે રહેતા ભવ્‍યેશભાઇ  વિનોદરાય ઢોલ કે જેમને અમુક રકમની જરૂરિયાત ઉભી થતા સુરેન્‍દ્રનગર વઢવાણ ખાતે રહેતા અનીલભાઇ શભુભાઇ પરવાડીયા અને વ્‍યાજ વટાવનો વ્‍યવસાય કરતા હોય તેમની પાસેથી અમુક રકમ માસિક ૩% વ્‍યાજ દરે દીધી હતી પરંતુ અનીલભાઇ એ જે સિકયુરિટીનો ચેક લીધો હતો તે અન્‍ય વ્‍યકિત  મારફતે કોર્ટ નોટીસ મોકલી ખોટા કેસમાં સંડોવવાનું કાવતરૂ રચ્‍યું હતું.

જાણવા મળતી વિગત અનુસાર ગોંડલ ખાતે રહેતા ભવ્‍યેશભાઇ ઢોલે પોતાને રૂપિયાની જરૂરીયાત ઉભી થતા સુરેન્‍દ્રનગર ના વઢવાણ ખાતે રહેતા અનીલભાઇ પરવાડીયા  પાસેથી માસીક ત્રણ ટકાના વ્‍યાજે વટાવના ધંધાર્થી હોય ભવ્‍યેશભાઇને સિકયુરિટી માટે તેમના નામ નો તારીખ ભર્યા વગરનો ચેક આપવા કહયું હતું. જે બાબતે ભવ્‍યેશભાઇ તૈયાર થતા તે ચેક લઇ માસીક ૩% ના દરે ઉછીના રૂપિયા આપ્‍યા હતા. પરંતુ અનીલભાઇ એ છેતરપીંડી ના ઇરાદે ભવ્‍યેશભાઇ એ આપેલ ચેક ને તેમના ઓળખીતા એવા તેજસભાઇ કવાડીયા કે જે સુરેન્‍દ્રનગર ખાતે રહે છે. તેમને આપ્‍યાઅને ભવ્‍યેશભાઇની જાણ બહાર તે ચેક બેંકમાં ડિપોઝીટ પણ કરી દિધો જયારે ભવ્‍યેશભાઇ સુરેન્‍દ્રનગર ખાતે રહેતા તેજસભાઇને ઓળખતા પણ નથી તેમજ ભવ્‍યેશભાઇનો ચેક અનીલભાઇએ તેજસભાઇ દ્વારા બેંકમાં ડિપોઝીટ કરાવેલ. ત્‍યારબાદ તે ચેક રિટર્ન થતા અનીલભાઇ તથા તેજસભાઇ એ પોતાના વકીલ મારફતે ચેક રિટર્નનો ખોટો કેસ દાખલ કરી ભવ્‍યેશભાઇ ને નોટીસ મોકલાવેલ છે. જે નોટીસ સામે ભવ્‍યેશભાઇ એ ગોંડલ સીટી પોલીસ સ્‍ટેશન બી ડિવિઝનમાં ન્‍યાય માટે અરજી પણ દાખલ કરી હતી હાલને અરજી પેડીંગ છે.

ભવ્‍યેશભાઇ આ કેસને લીધે હાલ માનસીક તાણઅનુભવી રહ્યા હોય અને તેમને આત્‍મહત્‍યા ના કરવા ના વિચારો પણ આવે છે. જો ભવ્‍યેશભાઇ ઢોલ ભવિષ્‍યમાં પોતાની માનસીક સમતુલા ગુમાવી કોઇપણ પ્રકારનું આડું અવળું પગલું ભરે કે આત્‍મ હત્‍યા કરે તો આ પરિસ્‍થિતિ માટે સુરેન્‍દ્રનગર ખાતે રહેતા અનિલભાઇ અને તેજસભાઇ જ જવાબદાર ગણાશે તેવું ભવ્‍યેશભાઇ એ ફરીયાદમાં જણાવ્‍યું છે.

(12:10 PM IST)