News of Tuesday, 22nd October 2024
ભાવનગર કરણીસેનાના રવિરાજસિંહએ દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ
પદ્મિનીબા સાથેની તકરારમાં આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.રરઃ ભાવનગર શહેરમાં રહેતા અને મુળ તળાજા તાલુકાના ખદરપર ગામના અને ભાવનગર જિલ્લાના કરણીસેનાના ઉપપ્રમુખ રવિરાજસિંહ ગોહિલએ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સુત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી રાજકોટના મહિલા ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળા રવિરાજસિંહ ગોહિલ સાથે કોઇ બાબતે માથાકૂટ ચાલી આવતી હોય તેમાં પદ્મિનીબા વાળાએ અવાર નવાર માનિસક ત્રાસ ગુજારી, અડધી રાત્રે ફોનમાં ધમકી આપી, ખોટા આક્ષેપો કરતા હોય જેમાં રવિરાજસિંહને લાગી આવતા ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ઘટના સોશ્યલ મિડીયામાં વાયરલ થયેલ.
રવિરાજસિંહ ગોહિલે ઝેરી દવા પીધા બાદ કાળુભા રોડ પર આવેલી રાણા સર્જીકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેની સ્થિતી નાજુક હોવાનું તબિબે જણાવ્યું હતું
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
