<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

તરેડ-તલગાજરડા વચ્‍ચેનો ખરાબ રસ્‍તો ૭૯ વર્ષમાં કયારેય જોયો નથીઃ પૂ.મોરારીબાપુ

રાજકોટ,તા. ૨૨: મોરારીબાપુએ તેમની કાકીડીમાં ચાલી રહેલી રામકથા દરમિયાન ભાવનગર જિલ્લાના ગામડાઓમાં ખરાબ રસ્‍તાઓનો મુદ્દો ઉઠાવ્‍યો હતો. કથા દરમિયાન બાપુએ કહ્યું કે, ‘રસ્‍તાની સમસ્‍યા છે, તરેડ અને તલગાજરડા વચ્‍ચેના રસ્‍તા જેટલો ખરાબ દુનિયાનો બીજો કોઇ રસ્‍તો નથી. મે મારા ૭૯ વર્ષમાં આટલો ખરાબ રસ્‍તો કયારેય જોયો નથી. કારમાંથી બહાર નીકળીને ચાલવાનું મન થયું, તમે કારમાં બેસી શકતા નથી.'

(11:23 AM IST)