News of Tuesday, 22nd October 2024
હળવદમાં મોડી રાત્રે ભારે કડાકા ભડાકા સાથે વરસાદ
ખેડૂતોને મોટી નુકસાનીઃ ટેલિફોન એક્સચેન્જ રોડ પર સ્ટ્રીટ લાઇટનો એક પોલ પડયો

(દીપક જાની દ્વારા) હળવદ,તા. ૨૨: ચોમાસાએ વિદાય લીધા બાદ પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હળવદના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ગઈકાલે સાંજે હળવદમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેથી શહેરની બજારોમાંથી પાણી વહેતા થઈ ગયા હતા. સાંજે ૨૪ મીમી વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે.વરસાદના કારણે હળવદ માર્કેટ યાર્ડમાં કેટલાક ખેડૂતોના કપાસના ઢગલા થોડા થોડા પલળી ગયા હતા.જેથી ખેડૂતોની માંગને ધ્યાને લઇ વેપારીઓએ ખેડૂતોનો કપાસ આજે હરરાજીમાં ખરીદી લેવા તૈયારી બતાવી હતી.બીજી તરફ શહેરના દશામાના મંદિર થી ત્રણ રસ્તા સુધીના સ્ટ્રીટ લાઈટના અમુક પોલ જર્જરીત થઈ ગયા હોય એક સ્ટ્રીટ લાઈટનો પોલ પડી ગયો હતો. જોકે સદનસીબે ત્યાંથી વાહનો પસાર ન થતા હોય જેથી જાનહાનિ ટળી હતી.
જ્યારે મોડી રાત્રે ભારે વીજળી અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો . જેના થી બજારો મા પાણી પાણી થઇ ગયું હતું . રાત્રે પણ લગભગ એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
