<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

હવે ખમૈયા કરો... સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ખેડુતોની પ્રાર્થના

દરરોજ વરસતા કમોસમી વરસાદથી ખેડુતોની માઠીઃ મગફળી, કપાસ, સોયાબીન સહીતના પાકને ભારે નુકશાન

બગસરા અને આટકોટમાં પાકને થયેલ નુકશાન તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ સમીર વિરાણી (બગસરા) કરશન બામટા-આટકોટ)

રાજકોટ, તા., રરઃ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં દરરોજ વરસતા કમોસમી વરસાદથી ખેડુતો સહીત સૌ કોઇ મુશ્‍કેલીમાં મુકાયા છે અને‘ હવે ખમૈયા કરો...' ની પ્રાર્થના કરી રહયા છે.

બગસરા

(સમીર વિરાણી દ્વારા) બગસરાઃ બગસરા પંથકમાં ચોમાસા દરમિયાન ૪૭ ઇંચ જેટલો વરસાદ પડેલ છે. જેના હિસાબે અહીંનો મૂંજીયાસર ડેમ પણ ભરાય ગયો છે. જયારે આવીરત પડી રહેલ વરસાદના લીધે ખેડૂતોની માઠી દશા બેસી ગઈ છે. અનેક પાકો જેવા કે મગફળી કપાશ તેમજ સોયાબીન જેવા પાકો માં વ્‍યાપક નુકશાન થયું છે. જયારે બગસરા પંથકમાં કુલ જમીન ૨૯૮૯૫ હેકટર ખેતીની જમીન છે. જેમાં મગફળી ૪૭૮૪ હેકટરમાં અને  કપાસ ૧૪૦૭૨ હેકટરમાં તેમજ સોયાબીન ૬૫૨૪ હેકટરમાં વાવેતર કરવામાં આવેલ છે.

જિલ્લા વિકાસ અધિકારી, તાલૂકા વિકાશ અધિકારી,મામલદાર તેમજ પ્રાંત અધિકારીને તાલુકા પંચાયાતના સદસ્‍ય શારદાબેન બાબુભાઈ સતાસિયા દ્વારા લેખિતમાં અરજી પણ કરવામાં આવી છે. તો સરકાર દ્વારા વિનંતી કે તત્‍કાલ અહીંના વિસ્‍તર નું સર્વે કરી વળતર આપે તેવી માંગ ઉઠી છે.

આટકોટ

આટકોટ પંથકમાં ભારે ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ ગઇ હતી મગફળી નો પાક તૈયાર થય ગયો હોય ખેડુતો ખેતરમાં માંડવી ઉપાડી લીધી હોય ત્‍યારે વરસાદ પડતાં મગફળી પાક નિષ્‍ફળ ગયો છે. જેમાં ખાસ કરીને પશુપાલનને ખાસચારો પાલો બગડી ગયો અને માંડવી નો ઉપાડે તો જમીનમાં ઉગી જાવ તેવી પરિસ્‍થિતિ ઉભી થઈ હતી પણ ખેડુતો મુશ્‍કેલ બન્‍યું હતું ઢોરને આખા વર્ષ નો પાલો બગડી ગયો અને મગફળી પાક નિષ્‍ફળ ગયો. પવન કારણે કપાસનાં પાકને નુક્‍સાની પહોંચી હતી. કપાસના પાકને ફાલ ખરી ગયો છે. સરકાર દ્વારા સર્વે કરવામાં આવે તેવી માંગણી કરી છે ખેડુતો ને સહાય આપવામાં આવે તેવી માંગણી કરી છે.

(11:48 AM IST)