<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

જસદણમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે યશોદા સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૨: જસદણમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા થેલીસેમીયાગ્રસ્ત બાળકો માટે યશોદા ગર્લ્સ સ્કુલ ખાતે તાજેતરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી જસદણ તાલુકા શાખા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં આસ્થા સ્કૂલ, યશોદા સ્કૂલ, જસદણ પબ્લિક સ્કૂલના શિક્ષક મિત્રો,વાલીઓ  તથા જસદણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંચાલક મિત્રોએ બ્લડ ડોનેટ કર્યું હતું. આ કેમ્પમાં  ઘેલાં સોમનાથ મંદિરના  મનુભાઈ શિલું, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ તથા જસદણ ભાજપ તાલુકા પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા, ધર્મેશભાઈ રામાણી, હિતેશભાઈ રામાણી, તિર્થ ગ્રુપના કિરીટભાઈ છાયાણી, વિશ્વાસ જવેલર્સના રાહુલભાઈ હીરપરા, યશોદા સ્કૂલની મેનેજમેન્ટ ટીમ કલ્પેશભાઈ છાયાણી, મેહુલભાઈ પરમાર,જયસુખભાઈ જાપડીયા, ભરતભાઇ સુદાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(1:34 PM IST)