<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

જામનગરના મોટા પાંચ દેવડીયામાં દોઢ ઇંચ : લતીપુરમાં ૧ ઇંચ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૩: જીલ્લામાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ પડયો છે.

જેમાં મોટા પાંચ દેવડામાં દોઢ અને લતીપુરમાં ૧ ઇંચ વરસાદ પડયો છે.

જયારે લાખાબાવળ મોટી ભલસાપુત્ર, દરેડ, હડીયાણા, જાલીયાદેવગી ખરેડી, ભલસાપુત્ર બેરાજા, બાંસજાળીયા, પીપરટોડા, મોટા ખડવવ, મોડપર, હરીપર, જામનગર, લાલપુરમાં ઝાપટાથી માંડીને પોણા ઇંચ વરસાદ પડયો છે.

બાજરા સંશોધન કેન્દ્ર- જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાનઙ્ગ ૨૫.૫, મહતમ તાપમાન ૩૪, ભેજનું પ્રમાણ  ૮૬% પવનની ગતી ૩.૨  કિ.મી. રહી હતી.

(1:41 PM IST)