<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

ગોંડલના રીબડાના પોસ્ટ માસ્તર વત્સલ કારીયાએ ૩.૪૮ લાખની ઉચાપત કરી

મોબાઇલ એપ્લીકેશનના બચત બેંકના રૂપીયા જમા કરાવવાના બદલે ચાંઉ કરી જતા પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., રરઃ ગોંડલના રીબડાના પોસ્ટ માસ્તરે ૩.૪૮ લાખની ઉચાપત કર્યાની ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ પોસ્ટલ ડીવીઝનમાં સહાયક અધિક્ષક તરીકે ફરજ બજાવતા હસમુખભાઇ ડાભીએ રીબડા પોસ્ટ ઓફીસમાં ફરજ બજાવતા પોસ્ટ માસ્તર વત્સલ યોગેશકુમાર કારીયા રે. ગામ જોશીપરા તા. જુનાગઢ સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ પોસ્ટ માસ્તર વત્સલ કારીયાએ રીબડા બ્રાન્ચ પોસ્ટ ઓફીસમાં તા. ૮-૧૧-ર૦ર૩ થી ૧૯-૧૧-ર૦ર૩ના સમયગાળા દરમિયાન મોબાઇલ એપ્લીકેશનમાં બચત બેન્કના ખાતાના રૂ.૩,૪૮,૮૪૦ હિસાબ ચોપડે ન દેખાડી કે હિસાબી કચેરીએ જમા ન કરાવી પોતાના અંગત ઉપયોગ અર્થે પોતાની પાસે રાખી ઉચાપત કરી છે.

આ ફરીયાદ અન્વયે ગોંડલ તાલુકા પોલીસે પોસ્ટ માસ્તર સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(2:26 PM IST)