News of Tuesday, 22nd October 2024
જાફરાબાદનાં જીકાદ્રીમાં સિંહણે બાળકને ફાડી ખાધો
પ વર્ષના બાળકના શરીરનાં અવશેષો વાડી વિસ્તારમાંથી મળ્યા

અમરેલી તા. રરઃ અમરેલીના જાફરાબાદ તાલુકાના નવી જીકાદ્રી ગામમાં ખેત મજૂરી કરતા પરિવારના પ વર્ષના બાળકનો સિંહણે શિકાર કર્યો હતો. વાડી વિસ્તારમાં બાળકને ઉઠાવી સિંહણ લઇ ગઇ હતી. સિંહણ ઢસડીને દૂર લઇ ગઇ હતી. ત્યાં તેણે બાળકનો શિકાર કર્યો હતો.
બાળકનો સિંહણે શિકાર કર્યો હતો તે વાત વાયુ વેગે ફેલાઇ હતી, અને લોકોમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ સ્થાનિકોઅ.ે વનવિભાગને કરી હતી. વનવિભાગની ટીમે આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી.
સ્થાનિક લોકો અને વનવિભાગ દ્વારા શોધખોળ કરતા થોડેક દૂર બાળકના અવશેષો મળ્યા હતા. બાળકનું અકાળે મોત થતાં પરિવારજનો ભારે આઘાતમાં સરી પડયા હતા. વનવિભાગ અને પરિવાર દ્વારા અવશેષો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ સિંહણને પકડવા માટે વનવિભાગે કામગીરી હાથ ધરી છે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
