<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

જેતપુરમાં તંત્રનું બુલડોઝર ફર્યું: ૧૨ પેસકદમી કરાયેલ મીલ્કતોને તોડી પડાઇ અન્ય વિસ્તારોમાં દિવાળી બાદ ડીમોલેશનની કામગીરી હાથ ધરાશે

 

(કેતન ઓઝા દ્ગવારા) જેતપુર તા.૨૨: શહેરમાં ઘણા સમય બાદ તંત્ર દ્વારા ડીમોલેશનની કામગીરી ગત રોજ હાથ ધરવામાં આવી. બળદેવધાર સામે હાઇવે ઉપર આવેલ ૧૨ જેટલી પસકદમી થયેલ મીલ્કતોને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તોડી પડાઇ હતી.

શહેરમાં છેલ્લા ઘણા સમયથી પાલીકા દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો સ્વેૈચ્છીક હટાવી લેવાની નોટીસો આપવામાં આવી રહી છે. પરંતુ કોઇ કામગીરી થઇ ન હોવાની દબાણો વધતા જતા હતા.

આ પરીસ્થીતી વચ્ચે ગઇકાલે સાંજે ૪ વાગ્યાના અરસામાં નેશનલ હાઇવે ફ્રાંસીસ સ્કુલ પાસે, બળદેવ ધાર સામેના વિસ્તારમાં એકાએક જે.સી.બી. સાથે મામલતદાર, ચીફ ઓફીસર, પી.જી.વી.સી.એલની ટીમો પોલીસના કાફલા સાથે પહોંચી જઇ ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ચલાવવાનું ચાલુ કરેલ જેમાં ચા-પાણીની દુકાને, નોનવેઝની હોટલ, પતરાના શેડમાં ચાલતુ કારખાનું સહિત ૧૨ જેટલા બાંધકામોને તોડી પડાયા હતા. થોડીવારમાં તમામ દબાણો કાટમાળમાં ફેરવાઇ ગયા હતા. એવુ જાણવા મળેલ કે હજુ અન્ય વિસ્તારોમાં પણ દિવાળીના તહેવાર બાદ દબાણ હટાવની કામગીરી કરવામાં આવશે.

(2:01 PM IST)