<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

કેશોદ પંથકમાં ખેતરોમાં મગફળીના તૈયાર પાક પર આફત વરસતાં ખેડુતોની માઠી

(કમલેશ જોષી - સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૨૨: કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સરેરાશ  ત્રણ ઈચ થી પાંચ ઈચ જેટલો વરસાદ પડતાં ખેતરોમાં મગફળીના પાકને પારાવાર નુકસાન થયું છે. ઘેલીચિત્રા નક્ષત્ર ભેસના વાહન સાથે દશમી ઓકટોબરથી બેસતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને લગભગ દરરોજ બપોર પછી પડતાં વરસાદથી કેશોદ પંથકમાં ખેતરોમાં મગફળીના તૈયાર પાક પર આફત વરસતાં ખેડુતોની માઠી બેઠી છે ત્યારે ખેડૂતોની મગફળી જે જમીનમાંથી બહાર કાઢવામાં આવી છે એવા ખેડૂતોને મગફળીના પાથરા પલળી જતાં ફુગાઈ ગયેલ છે તો અમુક વિસ્તારમાં તણાઈ ગયેલ છે; ઉપરાંત મગફળીના દાણામાંથી કોટા ફુટી જતાં ગુણવત્તા ઘટી ગઈ છે જે માત્ર સીંગતેલમાં પીલાણમાં વેચાઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કેશોદના  આસપાસના વિસ્તારમાં વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થવાની સાથે જીવજંતુઓનો ઉપદ્રવ વધી જતાં આકસ્મિક ઘટના બનવાની સંભાવના વધી ગઈ છે.

કેશોદના અજાબ અગતરાય મેસવાણ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર વધારે જોવા મળી છે અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબળી નદી અને ઓઝત નદીમાં પાણીની આવક વધી જતાં પુર આવી ગયેલ છે. કેશોદ આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ પડતાં પરપ્રાંતીય શ્રમિકો ખેતમજુરીનું કામ નહિવત હોય પરત વતન તરફ ફરી રહ્યાં છે ત્યારે ખાનગી બસ ચાલકને ઘી કેળાં છે તંત્રની મીઠી નજર તળે ઘેટાં બકરાંની જેમ ઠાંસોઠાંસ ભરીને ગરીબ શ્રમજીવીઓનું શોષણ કરી રહ્યાં છે. છેલ્લા પંદરેક દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી મગફળી સોયાબીન તલના પાકની પારાવાર નુકસાનીનો ભોગ બનેલાં ખેડૂતો ઉપર આકાશમાં નજર કરી હવે ખમૈયા કરોની પ્રાર્થના કરી રહ્યાં છે.

(2:15 PM IST)