<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

નામદાર ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને આધિન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પ્રોવીઝનલ એનરોલમેન્ટ આપશે

તમામ અરજદારો કે જેમની લો-કોલેજો એફીલીએશન કે એપ્રુવલ ન હોય તો પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ઓલ ઇન્ડિયા બાર એકઝામ આપી શકશે.

જામનગર :બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના લીગલ એજયુકેશન રૂલ્સને આધારે લો-કોલેજોએ તેના એફીલીએશન તથા એપ્રુવલ માટે ભરવાની થતી કી ભરેલ ન હોવાને કારણે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ધ્વારા તમામ સ્ટેટ બાર કાઉન્સિલને આવી નોન-એકીલીએશન કે નોન-એપ્રુવલ વાળી લો-કોલેજોના વિધાર્થીઓની સનદની નોંધણી નહિ કરવા સુચન કરેલ. જે બાબતે નોન-એફીલીએશન કે નોન-એપ્રુવલ લો-કોલેજના વિધાર્થીઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રીટપીટીશન દાખલ કરીને તેઓને ઓલ ઇન્ડિયા બાર એકઝામીનેશનમાં બેસવા દેવા મંજુરી આપવા માટે દાદ માંગેલ હતી. આવી તમામ રીટપીટગનો મા ગુજરાત હાઇકોર્ટના નામદાર ન્યાયમુર્તિ અનિરૂધ્ધ પી. માયીસાહેબે તા.૨૧/૧૦/૨૦૨૪ના રોજ હુકમ કરીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ગ્રાન્ટ-ઇન-એઇડ નોન-એફીલીએશન કે નોન- એપ્રુવલ લો-કોલેજના તમામ વિધાર્થીઓ કે જેઓએ સનદ મેળવવા માટેના ફોર્મ ભરેલા છે તેમને પ્રોવીઝનલ એનરોલમેન્ટ મંજુર કરવા વચગાળાનો આદેશ કરેલ છે. 

  નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ અનુસંધાને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન  જે.જે.પટેલ, એનરોલમેન્ટ કમિટીના ચેરમેન  મનોજ એમ. અનડકટ તથા સભ્યો  કિશોરકુમાર આર. વિવેદી અને હિતેશ જે. પટેલે એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવેલ છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમને આધિન રહીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની એનરોલમેન્ટ કમિટી યુધ્ધના ધોરણે કાર્યરત રહી અંદાજે ૫,000 થી 1,000 અરજદારોને પ્રોવીઝનલ એનરીલમેન્ટ મંજુર કરશે જેથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં સનદ મેળવવા માટે અરજી કરી હોય તેવા તમામ અરજદારો કે જેમની લો-કોલેજો એફીલીએશન કે એપ્રુવલ ન હોય તો પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ઓલ ઇન્ડિયા બાર એકઝામ આપી શકશે.

(9:34 PM IST)