News of Wednesday, 23rd October 2024
હથીયાર સાથેના ફોટા સોશિયલ મીડીયામાં વાયરલ કરી લોકોમાં ભય/ દહેશત ફેલાવનાર શખ્શોને પકડી પાડતી એલ.સી.બી. ગીર સોમનાથ
ઉના પંથકના ત્રણ શખ્સોને ઝડપી લઈને હથિયારા સહિતનો મુદામાલ જપ્ત કર્યો

જુનાગઢ રેન્જ આઇ.જી.પી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ.પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજાનાઓએ ગીરસોમનાથ જીલ્લામાં હથીયાર સાથેના ફોટા વાયરલ કરી લોક માનસ પર ભય અને દહેશત ફેલાવનાર ઇસમો ઉપર સોશિયલ મીડીયામાં વોચ રાખી કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય,
જે અનુસંધાને એલ.સી.બી.ના ઇ.ચા. પો.ઇન્સ.એ.બી.જાડેજાના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા તથા પો.હેડકોન્સ પ્રવિણભાઇ મોરી તથા ગોવીંદસિંહ વાળા તથા રાજુભાઇ ગઢીયા પો.કોન્સ વિજયભાઇ ચૌહાણ તથા રાહુલભાઇ છેલાણા નાઓને મળેલ સંયુકત બાતમી હકીકત મળેલ આધારે મોબાઇલ મારફત જુદા જુદા સોશિયલ મીડીયાના માધ્યમથી હથીયાર સાથેના ફોટા વાયરલ કરી લોક માનસ પર ભય અને દહેશત ફેલાવનાર નીચે મુજબના ઇસમો પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ छे.
આરોપીઓના નામ તથા આચરેલ ગુન્હાની વિગત
કેસ. (૧) નિકુલસીંહ ઘનશ્યામસીંહ રાઠોડ (ઉવ.૨૬)( રહે.રાજપુત રાજપરા બાપાસીતારામની મઢુલી પાસે તા.ઉના જી.ગીરસોમનાથવાળા) એ હથીયાર બંદુક સાથેના ફોટા લોકોમાં ભય/દહેશત ઉભી કરવા સોશિયલ મીડીયામાં વાયરલ કરેલ જે હથિયાર સીંગલ બેરલ બંદુક ગેરકાયદેસર રીતે લાઇસન્સ પરવાના કે કોઇ આધાર પુરાવા વગર રાખી મળી આવતા હથીયાર ધારાના નિયમોનો ભંગ કરી આર્મ્સ એકટ કલમ-૨૫(૧-બી),એ,૩૦ તથા જી.પી.એકટ-૧૩૫ મુજબ કાયદેસર કાર્યવાહી કરી નવાબંદર મરીન પો.સ્ટે. સોપી ગુન્હો રજી.કરવામાં આવેલ છે.
કેસ.(૨) જેન્તીભાઇ જીવનભાઇ સોલંકી ( ઉવ.૨૮ )(રહે.પાલડી કુંભાર વાડા વિસ્તાર તા.ઉના જી.ગીર સોમનાથવાળો) પોતાના મોબાઇલ દ્વારા સોશિયલ મીડીયા ફેસબુક પર પોતાના જેન્તી સોલંકીનામના આઇ.ડી. પર એક છરી પકડી ફોટો અપલોડ કરેલ હોય જેને વાંસોજ ગામેથી હથીયાર તીક્ષ્ણધાર વાળી છરી સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ મહે. જીલ્લા મેજી.સા.ગીર-સોમનાથ જીલ્લાના જાહેરના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ બદલ કાયદેસર કાર્યવાહી કરી નવાબંદર મરીન પો.સ્ટે. સોપી ગુન્હો રજી.કરવામાં આવેલ છે.
કેસ…(3)મનસુરઅલી બહારઅલી શેખ( ઉ.વ.૪૩)( રહે.ઉના કાનુકા ફળીયા તા.ઉના જી.ગીર સોમનાથવાળો) પોતાના કબ્જામા તીક્ષ્ણધાર વાળી છરી સાથે મળી આવેલ હોય જેના વિરૂધ્ધ મહે. જીલ્લા મેજી.સા.ગીર-સોમનાથ જીલ્લાના જાહેરના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ બદલ કાયદેસર કાર્યવાહી કરી ઉના પો.સ્ટે. સોપી ગુન્હો રજી.કરવામાં આવેલ છે.
કબ્જે કરેલ મુદામાલ
(૧) નિકુલસીંહ ધનશ્યામસીંહ રાઠોડ પાસેથી હથિયાર સીંગલ બેરલ બંદુક નંગ-૧ કી.રૂ.૧૦,૦૦૦/- તથા એન્ડ્રોઇ મોબાઇલ નંગ-૧ કી.રૂ.૫૦૦૦/-
(૨) જેન્તીભાઇ જીવનભાઇ સોલંકી પાસેથી તીક્ષ્ણ ધારવાળી છરી નંગ-૧ કી.રૂ.૨૦૦/- (૩) મનસુરઅલી બહારઅલી શેખ પાસેથી તીક્ષ્ણ ધારવાળી છરી નંગ-૧ કી.રૂ.૧૦૦/-
કુલ મુદામાલ કી.રૂ.૧૫,૩૦૦/-
આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ એલ.સી.બી. ઇ.ચા. પો.ઇન્સ. એ.બી.જાડેજા, પો.સબઇન્સ., એ.સી.સિંધવ તથા એ.એસ.આઇ સુભાષભાઇ ચાવડા, પો.હેડ.કોન્સ પ્રવિણભાઇ મોરી, રાજુભાઇ ગઢીયા, ગોવીંદસિંહ વાળા, પો.કોન્સ વિજયભાઇ ચૌહાણ, રાહુલભાઇ છેલાણા તથા નિલેષભાઇ નીમાવત હતા
(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
