News of Wednesday, 23rd October 2024
કોડીનાર તાલુકાના શ્રી બીલેશ્વર ખાંડ ઉદ્યોગને પુનઃશરૂ કરાશે
ઇન્ડીયન પોટાશ લી. ન્યુ દિલ્હીને લીઝ પર આપી બીલેશ્વર ખાંડ ઉદ્યોગને પુનઃશરૂ કરવા ખાસ સાધારણ સભાએ એકી સુરે ચેરમેનને અધિકાર આપ્યાઃ છેલ્લા ૧૦ વર્ષથી બંધ પડેલી માતૃસંસ્થા પુનઃશરૂ કરવા સર્વાનુમતે ઠરાવઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહનો સભાસદોએ આભાર વ્યકત કર્યો

(અશોક પાઠક દ્વારા) કોડીનાર,તા. ૨૩: ગીરના ખેડૂતોની જીવાદોરી સમાન છેલ્લા એક દાયકાથી બંધ પડેલી ૧૨૦૦૦ ખેડૂત સભાસદોની માતળસંસ્થા એવી શ્રી બીલેશ્વર ખાંડ ઉદ્યોગ કોડીનારને ઇન્ડિયન પોટાશ લિ., ન્યુ દિલ્હી સાથે ૩૦ વર્ષના ભાડા કરાર થી પુનઃ ચાલુ કરવા બાબતે ખાસ સાધારણ સભા આજે ખાંડ ઉધોગના પટ્ટાગણમાં ચેરમેન પી.એસ.ડોડીયા ની અધ્યક્ષતામાં મળી સાધારણ સભાની શરૂઆત સંસ્થાના એમ.ડી રાજનભાઈ વૈશએ સાધારણ સભાનું પ્રોશીડિંગ તેમજ ફેકટરી ને લીઝ ઉપર આપી શરૂ કરવા સહિતના ફેક્ટરીને લગતા મુદા વાંચીને કરી જેમાં સભાસદોના પ્રશ્નોના જવાબોની આપલેથી થઈ ત્યારે તમામ મુદ્દાઓની વિસ્તળત વર્ણન બાદ સાધારણ સભાએ આપેલા અધિકાર મુજબ ઇન્ડિયન પોટાશ લિમિટેડને વહેલી તકે લીઝ ઉપર આપી પુનઃ શરૂ કરવા સર્વે હક્કો ચેરમેનને આપી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ને ફરી ધમધમતો કરવા સાધારણ સભાએ એક્કી સુરે ઠરાવ કર્યો છે.
આ તકે ખાંડ ઉદ્યોગના ચેરમેન પી.એસ.ડોડીયાએ જણાવ્યું હતું કે આપણી આ માતળસંસ્થાને વહેલી શરૂ કરવી એજ અમારી ડાયરેક્ટર બોડી નું મુખ્ય લક્ષ્ય રહ્યું હતું છેલ્લા એક વર્ષથી સરકારના જ એક ભાગ એવી ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપનીને આપણી ફેક્ટરી લીઝ ઉપર આપવાની વાત સિધ્ધાંતિક મંજૂરીના મળવાને લીધે અટકી પડી હતી જે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ તેઓની સાથે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ધારાસભ્ય અને સાંસદ સહિત અમે ભારત સરકારના સહકાર મંત્રી અને ગળહપ્રધાન અમિતભાઈ શાહને મળતાં તેઓની ભલામણથી કોડીનાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગને ઇન્ડિયન પોટાશ લિમિટેડને લીઝ ઉપર આપવાની મંજુરી મળી ચૂકી છે.
અંતે હાજર સર્વેનો કોડીનારના ધારાસભ્ય ડો.પ્રદ્યુમન વાજાએ પોતે ધારાસભ્ય બન્યા ત્યાર થીજ આ બંધ પડેલી કોડીનારની માતળ સંસ્થાને પુનઃ શરૂ કરવાની નેમ લીધી હતી અને જે આજે સફળ થતાં ખુશી વ્યક્ત કરી સર્વે નોઆભાર માની સાધારણ સભા પૂર્ણ જાહેર કરી હતી.
આ સાધારણ સભા માં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, કોડીનારના ધારાસભ્ય ડો.પ્રદ્યુમન વાજા કોડીનાર તાલુકાની સર્વે સહકારી સંસ્થાના આગેવાનો,પદાધિકારીઓ અને તાલુકાભરના અગ્રણીઓ ખેડૂતો અને સભાસદો બોહળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ખાંડ ઉદ્યોગ પુનઃશરૂ થવાનો શ્રેય અમિતભાઈ શાહને : પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી
જૂનાગઢ જિલ્લાના કદાવરને અને કાયમ કોડીનાર તાલુકાના વિકાસમાં અગ્રેસર રહેનારા પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ આ ખાસ સાધારણ સભામાં ઉપસ્થિત રહી સભાસદો અને ખેડૂતો ને સંબોધન કરતા જણાવ્યું હતું કે કોડીનાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગને પુનઃ ધમધમતી કરવા માટે ગળહ મંત્રી અમિતભાઈ શાહે આપેલ વચન ને તેઓએ પૂર્ણ કરી બતાવ્યું છે આ નિર્ણયથી કોડીનાર તાલુકા નો વિકાસ વેગવંતો થશે અહીંના ખેડૂતો સમળદ્ધ થશે માટે બિલેશ્વર ખાંડ ઉદ્યોગ અને પુનઃ શરૂ કરવાનો સંપૂર્ણ શ્રેય ગળહમંત્રી અમિતભાઈ શાહને આપું છું અને આ તકે તેમનો ખુબ ખુબ આભાર માન્યો હતો સાથે જ એક મહત્વની વાત જણાવી હતી કે કોડીનાર સુગર ફેકટરી ઉપર જી.એસ.સિ બેંક નું મોટું લેણું હોય અને દર વર્ષે મોટી વ્યાજ ની રકમ ના ભારણ હેઠળ ખાંડ ઉદ્યોગ દબાતો જતો હોય તેમાં પણ ગુજરાત સ્ટેટ કો. ઓપરેટિવ બેંક ના ચેરમેન અજયભાઈ પટેલ દ્વારા ઓ.ટી.એસ યોજના હેઠળ ૬૮ કરોડ જેટલી મોટી રકમ માફ કરવાનો લાભ અપાવતા આ ખાંડ ઉદ્યોગને પુનઃ ધમધમતો કરવા માટે જે સહકાર આપ્યો છે તે બદલ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
