<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

હળવદ પંથકમાં થયેલ બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયોઃ ૨ આરોપી પકડાયા

આરોપીઓએ ચોરી કરેલ સોના-ચાંદીના ઢાળીયા સાથે બંનેને દબોચી લેવાયા

(દીપક જાની દ્વારા) હળવદ,તા. ૨૩: છએક માસ પહેલા હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં તેમજ હળવદ શહેરની વિશ્વાપાર્ક સોસાયટીમાં ઘરફોડ ચોરીની બે ઘટનાઓ બની હતી જેમાં આ ચોરીને અંજામ આપનાર આરોપીઓ હળવદ -માળીયા હાઇવે બાયપાસ ઉપર ઝૂંપડામાં રહેતા હોવાની બાતમીને આધારે સ્‍થાનિક પોલીસે આરોપી શની ગણેશભાઈ રાઠોડ અને પ્રવિણ ઉર્ફે સુખો રેમશભાઈ ઉર્ફે વિક્રમભાઈ રાઠોડને ઝડપી લઈ આરોપીઓના કબ્‍જામાંથી ૩૬.૯૨૫ ગ્રામ સોનાનો ઢાળીયો તેમજ ૮૫ ગ્રામ ચાંદીનો ઢાળીયો કબ્‍જે કરી બન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(10:26 AM IST)