News of Wednesday, 23rd October 2024
વરસાદની આગાહી અને દીવાળી નજીક આવતા બાબરા યાર્ડમાં કપાસની ૨૫ હજાર મણની બમ્પર આવક

બાબરાઃ એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની બમ્પર આવક જોવા મળી હતી વરસાદની આગાહી અને આગામી દિવસોમાં દિવાળીના તહેવારો નજીક આવતો હોય ત્યારે ખેડૂતો દ્વારા બાબરા યાર્ડમાં કપાસ વેચવા લાવવામાં આવ્યો હતો અંદાજિત ૨૫૦૦૦ મણથી વધુ ની આવક આજે બાબરા યાર્ડમાં જોવા મળી હતી. તેમ યાર્ડના સેક્રેટરી અજયભાઈ પંડ્યાએ જણાવ્યું હતું. (તસ્વીર-અહેવાલઃ દિપક કનૈયા-બાબરા)
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
