<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

તાલાલા ગીરમાં શ્રીમદ ભાગવત સપ્‍તાહ નો પ્રારંભ

ડો. મહાદેવ પ્રસાદ મહેતા પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. રાત્રે સંતવાણી લોકડાયરાના આયોજનોઃ પુ. વિજયબાપુ સુખરામદાસબાપુ સહિત સંતો મહંતો આશિર્વાદ આપશે

(વિનુ જોષી દ્વારા જૂનાગઢ) તા. ૨૩: શ્રી સોરઠીયા પ્રજાપતિ ગોહેલ પરીવાર શ્રી ચામુંડા માતાજીમઢ સવતી અને હરમડીયા દ્વારા તાલાળાગીરના  શ્રીબાઇમાં માતાજીધામ ખાતે આંતરરાષ્‍ટ્રીય ભાગવતાચાર્ય પુ. ડો. મહાદેવપ્રસાદ મહેતા (પીએચડી કાશીડીલીટ)  ના વ્‍યાસાસને શ્રીમદભાગવત સપ્‍તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે.

જેમાં સવારે ૯ થી ૧૨/૩૦ દરરોજ શ્રોતાઓ કથાનુરસપાન કરશે કથા દરમ્‍યાન શ્રી કપિલનારાયણ પ્રાગટયશ્રી નૃસિંહ ભગવત પ્રાગટય રામજન્‍મોત્‍સવ કૃષ્‍ણ જન્‍મોત્‍સવ ઋક્ષમણી વિવાહ સુદામાચારિતની ઉજવણી કરવામાં આવશે અને રાત્રીના ૧૦ કલાકે સુંદરકાંડના પાઠ ભજન સંધ્‍યા, લોકડાયરો સહિતના આયોજન કરાવ્‍યા છે આ કથામાં આખી મઢી રામજી મંદિરના મહંત પુ.સુખરામ દાસબાપુ સતાધારથી વિજયબાપુ સહિતના સંતો પધારી આશિવર્ચન આપશે. અને રવિવારે કથા વિરામ લેશે.

(11:04 AM IST)