<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

ધ્રોલ જોડીયા અને કાલાવડ સહિત વિસ્‍તારમાં પડેલ કમોસમી વરસાદથી ખેડુતના ઉભા પાકનો સફાયો

ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડાએ કળષીમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખીને સત્‍વરે રાહત પેકેજ જાહેર કરવા કરી માંગણીઃ ખેડુતોની માઠી દશાઃ આ વર્ષે ખેડુતોની દિવાળી બગડીઃ બજારની રોનક છીનવાઈ જશે

(સંજય ડાંગર દ્વારા)  ધ્રોલ, તા.,૨૩: ૭૬-કાલાવડ વિધાનસભા હેઠળ આવતા કાલાવડ, ધ્રોલ, જોડીયા, મોરબી તાલુકા, ટંકારા અને પડધરી તાલુકામાં આવતા જીવાપર અને ખોખરી ગામના ખેડુત આગેવાનો તેમજ સરપંચોની મળેલ રજુઆત મુજબ ગત તા. ૧૨ અને તા. ૧૩ ના રોજ પડેલ કમોસમી વરસાદમાં ખેડુતોના ઉભા પાકને નુકશાન થયા બાદ તાજેતરમાં તા. ૨૦/૧૦/૨૪ ના રોજ ભારેથી અતિ ભારે વરસાદ સાથે માવઠું થવાના કારણે ખેડુતોના ઉભો પાક સંપુર્ણ નાશ પામેલ છે.

મોઘવારીમાં લાખો રુપિયાનો ખર્ચ સાથે તનતોડ મહેનત કરી હોય ખેડુતના મોઢામાં આવેલ કોળીયો જુટવાય જવા પામેલ છે અને મગફળી, કપાસ સહીતના પાકોનું વાવેતર કરેલ હોય માવઠાના કારણે મગફળીના પાથરા તણાઈ ગયેલ છે, અને ભારે ધોવાણ થવા પામેલ છે.

 ત્‍યારે કાલાવડ તાલુકા ભાજપ કિશાન મોરચાના પ્રમુખ અંબાલાલસિંહ જાડેજા, કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરીયા, મોટી ભગેડીના પુર્વ સરપંચ જમનભાઈ આબલીયા, ડાંગરવાડાના સરપંચ રામજીભાઈ પટેલ સહિતના કાલાવડ તાલુકાના ખેડુતો તેમજ ધ્રોલ તાલુકાના વાંકીયા ગામના ખેડુત આગેવાન અને જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ડી.ડી. જીવાણી સહીતના ભાજપના આગેવાનો, પડધરી તાલુકાના જીવાપર ગામના સરપંચ તેમજ લતિપુરના ખેડુતો, મોરબી તાલુકાના ભાજપના આગેવાનો તેમજ ખેડુતો દ્વારા પાક નુકશાની અંગે કળષી વિભાગ દ્વારા ખેડુતોના હિતમાં વળતર જાહેર કરવા માટે સત્‍વરે યોગ્‍ય નિર્ણય લઈને રાહત પેકેજ જાહેર કરે તેવી માંગણી કરવામાં આવેલ હોય.

 જે ધ્‍યાને લઈને સત્‍વરે રાહત પેકેજ આપવા માટે યોગ્‍ય નિર્ણય લેવા તેવી ૭૬ કાલાવડ ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડાએ ખેડુતો હિતમાં ખાસ વિનંતીસહ ભલામણ છે.

(12:18 PM IST)