News of Wednesday, 23rd October 2024
દિવાળી સમયે શું વરસાદી માહોલ હશે ?
આઇએમડી મોડેલ મેપમાં મહારાષ્ટ્ર દિવાળી સમયે વરસાદથી તરબોળ હશે, ગુજરાતમાં તેની અસર હશે?

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૨૩ : બંગાળની ખાડીમાંથી ઉદભવેલી સિસ્ટમ હવે ડીપ્રેશન બાદ ડીપ ડીપ્રેશનમાં કન્વર્ટ થઇ વાવાઝોડાનું સ્વરૂપ લેશે. લેન્ડફોલ થવા પુર્વે તેની તિવ્રતાની અસરથી ઓડીસા-પ.બંગાળમાં વરસાદી સ્વરૂપ હવે રૌદ્ર બની શકે છે.
‘દાના' નામનું આ વાવાઝોડુ, આઇએમડી દ્વારા તેનો ટ્રેક પણ દર્શાવાયો છે. જે મુજબ તે ઉતર તરફ જવાને બદલે દક્ષિણ પヘમિ તરફ ગતી કરશે. આઇએમડીના ટેન ડેઝ ફોરકાસ્ટ મોડેલ મેપ્સમાં આ ‘દાના' વાવાઝોડું નબળુ પડી તેની ભારે વરસાદ વરસાવતી સિસ્ટમ એમપી થઇ મહારાષ્ટ્રમાં બરાબર દિવાળી અને બેસતા વર્ષ સમયે પહોંચી મહારાષ્ટ્રમાં વરસાદી તરબોળ સ્થિતિ સર્જશે તેવું દર્શાવે છે.
સંભવ છે કે ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ આ સમયે શકય બની શકે છે અને તે સૌરાષ્ટ્રને પણ કદાચ આવરી લે તેવી સંભાવના નકારી શકાતી નથી. ‘દાના'વાવાઝોડાનું નામ એશીયાના ૧૩ દેશો પૈકી કતર દ્વારા અપાયેલું આ નામ છે.
સ્કાયમેટના એમ.ડી.મહેશ પલાવત ભારપુર્વક કહે છે કે ગુજરાતમાં દિવાળી સુધી વાતાવરણ ગરમ રહેશે. અર્થાત શિયાળો દિવાળી સુધી શરૂ થઇ શકશે નહી. (
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
