<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

ગોંડલઃ ટ્રાવેલ્‍સ સંચાલક સાથે મોટા દડવાના શખ્‍સની ૪.૨૫ લાખની ઠગાઇ

લકઝરી બસ વેચાણ રાખી ૨.૦૫ લાખ આપી બાકી રૂપિયાનો ધુંબો મારી દિધો

રાજકોટ તા.૨૩: ગોંડલના ટ્રાવેલ્‍સ સંચાલક સાથે મોટા દડવાના શખ્‍સે ૪.૨૫ લાખની ઠગાઇ કરતા ગોંડલ પોલીસમાં ફરિયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટ્રાવેલ્‍સ સંચાલક વિપુલભાઇ વજુભાઇ સાવલીયા રે.માણેકવાડા તા.બગસરાએ આરોપી નયનપરી પ્રતાપપરી ગોસ્‍વામી રે.મોટા દડવા તા.ગોંડલ સામે બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ આરોપીએ ફરીયાદીનો વિશ્વાસ કેળવી  ફરીયાદીના પિતાની માલીકીની લકઝરી બસ નં.જી.જે.૦૧-બીવી ૯૦૮૬ ૬.૩૦ લાખ રૂપિયાના ગત તા.૩૦/૭ના રોજ ગુંદાળા ચોકડી પાસે વેચાણ રાખી હતી અને તે પેટે ૨,૦૫,૦૦૦ આપ્‍યા બાદ બાકીના ૪.૨૫ લાખ રૂપિયા ન આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી.

આ ફરિયાદ અન્‍વયે બી-ડીવીઝન પોલીસે આરોપી સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથધરી છે

(11:54 AM IST)