<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

અમિતભાઇ શાહના જન્‍મદિન નિમિતે વાંકાનેરમાં જીતુભાઇ સોમાણી દ્વારા ત્રિવિધ કાર્યક્રમો

 

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૨૩ : ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્‍વી ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના જન્‍મ દિવસ નિમિતે ૬૭ વાંકાનેર - કુવાડવા મતવિસ્‍તારના ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી દ્વારા ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત ફળેશ્વર મંદિર ખાતે. દીર્ધ આયુષ્‍ય અને તંદુરસ્‍ત આરોગ્‍ય માટે હવન રાખવામાં આવ્‍યો હતો .

વાંકાનેર સિવિલ હોસ્‍પિટલ ખાતે દર્દી ઓનેફ્રુટ વિતરણ અને વિચરતી વિમુકિત જ્ઞાતિના લોકોને મીઠાઇ ની વિતરણ કરી સેવા કીય કાર્યો દ્વારા જન્‍મ દિવસ ઉજવણી કરવામાં આવી હતી.

(12:02 PM IST)