<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

તાલાલા ગીરના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો :આંકોલવાડી ગામે બિલીનદી નામનો વોકળો છલકાયો

પુષ્કળ પ્રમાણમાં જંગલનું પાણી આવતા સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યુ:કોડીનારના આણંદપુર સહિતના ગામોમાં ભારે વરસાદ ખેડૂતોના મગફળીમાં પાકને નુકસાન .

ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. પ્રાચી ઘંટીયા, ટીમ્બડી ખાંભા, ટોબરા, મહોબતપરા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. 

  આ તરફ તાલાલા ગીરના જંગલ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે આંકોલવાડી ગામે વહેતો બિલીનદી નામનો વોકળો છલકાયો છે. પુષ્કળ પ્રમાણમાં જંગલનું પાણી આવતા સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યુ છે. કોડીનારના આણંદપુર સહિતના ગામોમાં ભારે વરસાદ ખેડૂતોના મગફળીમાં પાકને નુકસાન પહોંચ્યુ છે.

(1:10 PM IST)