<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

એટીએમ મશીનમાંથી રૂપિયા ન નીકળે તો તરત જ બેન્‍કનો સંપર્ક કરવો

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૩ : જામનગર એલ.સી.બી. દ્વારા એટીઅમ સાથે છેડછાડ કરી ચોરી કરતી આંતરરાજય ગેંગના ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે.  એટીએમ મશીનનો ઉપયોગ કરતી વખતે સાવચતેી રાખો અને બેંક અથવા મશીનમાં ટ્રાન્‍જેકશન સફળ થયા બાદ પણ તમને પૈસા મળ્‍યા ન હોય, તો તુરંત બેન્‍કનો સંપર્ક કરો. તેમ પોલીસ અધિકારીએ જણાવ્‍યું છે.

એટીએમને ટાર્ગેટ કરી પછી એટીએમના કેસ ડિસ્‍પેન્‍સર પર તેના માપની અને તેને મળતી કલરની પ્‍લાસ્‍ટીકની પટ્ટીૃ  ફેવીકિવક વડે ચોંટાડી દેતા અને કોઇ એટીએમ ધારક રૂપિયા ઉપાડવા કાર્ડ નાખતા રૂપિયા ડિસ્‍પેન્‍શનરમાંથી બહાર ન નીકળતા. આથી ગ્રાહક એટીએમમાંથી બહાર નીકળી જાય પછી આરોપીઓ એટીએમમાં જઇને પોતે લગાવેલી પ્‍લાસ્‍ટીકની પટ્ટી ઉખેડી કેશ ડિસ્‍પેન્‍સરમાં રૂપિયા લઇને ચોરી કરી જતા રહેતા હતાં. પોલીસે ઝડપાયેલ આરોપીઓને રિમાન્‍ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

(1:39 PM IST)