News of Wednesday, 23rd October 2024
એટીએમ મશીનમાં ‘બુધ્ધિપૂર્વક' ફેવિકિવક ચોટાડીની લાખોની ચોરી કરનાર ગેંગ રિમાન્ડમાં
રાજકોટ, અમદાવાદ, વડોદરા, જયપુર, સહિત ૩ રાજયોમાં પ૦થી વધુ જગ્યાએ ચોરી કરનારને ઝડપી લેવામાં જામનગર એલસીબી પોલીસને સફળતા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૩ :.. જામનગર એલસીબી ટીમે એટીએમમમાં બુધ્ધિપૂર્વક ચોરી કરનાર ૩ શખ્સોને ઝડપી લઇને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
(૧) પુનમખાન ડયાલખાન માલીયા રહે. કલ્યાણસર ગામ તા.ડુંગરગઢ જી-બિકાનેર રાજય- રાજસ્થાન (ર) રામપ્રકાશ રામકરન ગોદારા રહે. કલ્યાણસર ગામ તા. ડુંગરગઢ જી-બિકાનેર રાજય- રાજસ્થાન (૩) ગૌરીશંકર ગીરધારલાલ સુથાર રહે. બાડસર ગામ તા. સુજાનગઢ જી-ચૂરુ રાજય- રાજસ્થાનની ધરપકડ કરી છે. ( ૧) હરમનરામ નથુરામ ભાકર રહે. ધાનેરૂગામ તા..ડુંગરગઢ જી.બીકાનેર રાજસ્થાનની શોધખોળ હાથ ધરી છે. રોકડ રૂપિયા ૪૭,૫૦૦/- (૨) કીયા સેલટોસ કાર જી.જે.૧૮ બીએમ ૬૮૬૯ કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- (૩) ડીસમીસ,સેલો ટેપ,કટ્ટર નગં-૨,ફેવીકવીક,એટીએમ મા કેશ ડીસ્પેન્સર ઉપર લગાડવાની પીવીસી પટ્ટીઓ, એ.ટી.એમ કાર્ડ (૪) મો.ફોન- ૩ કિ.રૂ.૨૦,૫૦૦/ મુદામાલ જપ્ત કરેલ છે.આ તસ્કરો જયપુર એરપોર્ટ પાસે, ભીલવાડા, ૨ ચિત્તોડગઢ, રાજસ્થાન હોસ્પિટલ ન્ પાસે, ઉદયપુર હોટલની બાજુમાં, ઉદયપુર બેંક પાસે, પીએનબી ૧ અકબરનગર, સીટીએમ આરટીઓ સર્કલ અમદાવાદ, સિટી વર્કશોપ, રાજીવ પાર્ક પાસે બે, અમદાવાદ, રાજકોટ ત્રિકોણ બાગ પાસે ૩ એટીએમ, રાજકોટ આઇસીઆઇસીઆઇ બેંક નજીક, વડોદરા જકાત નાકા પાસે, વડોદરા મોટા બ્રીજ પાસે, નળિયાદ શહેરમાં બે, ત્રણેક મહિના પહેલા બાપુનગર, વષાાલ, રાજીવ પાર્ક, આરપીઓ સર્કલ, સીટીએમ વિસ્તારમાં અલગ- અલગ ૧૫ એટીએમ, બેંગ્લોર શહેરની અલગ સોસાયટીઓ પાસે, સચિન જીઆઇડીસી વિસ્તાર, સુરત ઉધના વિસ્તર, રાજકોટના કુવાડવા, પારેવડી ચોક, સંદેશનગર, માલવિયાનગર, એસ્ટ્રોન ચોક, પેડકનગર, આર્યનગર જેવા વિસ્તારના એટીએમ તેમજ જામનગરમાં અંબર સિનેમા રોડ પર જુલાઈ ૨૦૨૪ના મહિનામાં તેમજ ૧૦ દિવસ પહેલા રાજકોટ ત્રિકોણબાગ આજુ બાજુલના એટીએમ અને અમદાવાદના અલગ-અલગ વિસ્તારના એટીએમમાંથી ચોરી કરેલી છે. આરોપીઓએ અલગ-અલગ જિલ્લાના ૫૦થી વધુ એટીએમ મશીનમાં છેડછાડ કરીને આશરે સાડા ચાર લાખથી વધુની રકમ ચોરી કર્યાનું તપાસમાં ખુલ્યું છે. આરોપી ગૌરીશંકર બારડોલી અને નવસારીમાં બે ગુનામાં સંડોવાયેલો છે. આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર આઇપીએસ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ આઇપીએસ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વી.કે.પંડયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ કરનાર એલ.સી.બી.અધિકારીઃ- વી.એમ. લગારીયા પો.ઇન્સ તથા પી.એન.મોરી પો.સ.ઇ એ.કે.પટેલ પો.સ.ઇ -એલ.સી.બી દિલીપભાઇ તલવાડીયા,હરપાલસિંહ સોઢા,ભરતભાઇ પટેલ,નાનજીભાઇ પટેલ,શરદભાઇ પરમાર ,હિરેનભાઇ વરણવા,હિતેન્દ્રસિંહ જાડેજા,કાસમભાઇ બ્લોચ, હરદિપભાઇ બારડ, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ એમ.જાડેજા નિર્મળસિંહ એસ જાડેજા, ધમેન્દ્રસિંહ એન જાડેજા, દયારામ ત્રિવેદી, કિશોરભાઇ પરમાર, મયુરસિંહ પરમાર, નારણભાઇ વસરા, રાકેશભાઇ ચૌહાણ, બળવંતસિંહ પરમાર,રૂષીરાજસિંહ વાળા, બીજલભાઇ બાલાસરા કલ્પેશભાઇ મૈયડ, સુરેશભાઇ માલકિયા, ભારતીબેન ડાંગરે કરી હતી.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
