News of Wednesday, 23rd October 2024
ઝાકળવર્ષાનું જોર વધ્યુઃ હવે શિયાળાના આગમનના એંધાણ

તસ્વીરમાં રાજકોટમાં સવારે છવાયેલ ઝાકળવર્ષા નજરે પડે છે.
રાજકોટ તા.૨૩: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં હવે ધીમે-ધીમે વાદળા વિખેરાઇ રહયા છે. અને વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. આજે વહેલી સવારે ઝાકળવર્ષા થતા હવે શિયાળાના આગમનના એંધાણ વર્તાઇ રહયા છે.
સવારના સમયે વાતાવરણમા ઠંડક પ્રસરી જાય છે. અને સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ બફારો વધવા લાગે છે અને બપોરના સમયે ઉકળાટનો અનુભવ થાય છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૫.પ, મહતમ તાપમાન ૩૪, ભેજનું પ્રમાણ ૯૪%, પવનની ગતી ૨.૬ કિ.મી. રહી હતી
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
