News of Wednesday, 23rd October 2024
ટંકારાના લજાઇની સીમમાં ડુપ્લીકેટ ઓઇલ બનાવતી ફેકટરી ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી : 23 લાખનો મુદામાલ જપ્ત
લજાઈ ગામની સીમમાં આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના ગોડાઉનમાં ડુપ્લીકેટ એન્જિન ઓઇલનું પેકિંગ અને સેલિંગ

ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલ મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના ગોડાઉનમાં ડુપ્લીકેટ એન્જિન ઓઇલનું પેકિંગ અને સેલિંગ ચાલતું હોય જે બાબતની જાણ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને થતા સ્થળ પર ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ પરથી 21488 લીટર ડુપ્લીકેટ એન્જિન ઓઇલનો જથ્થો ઝડપી પાડ્યો છે જેની કિંમત આશરે 17,19,040/- છે સાથે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા બે મોબાઈલ કબ્જે કરવામાં આવ્યા છે. સાથે એક વાહન કબજે કર્યું છે જે પણ ગુનામાં ઉપયોગમાં લેવામાં આવ્યું હતું ઉપરાંત 5,200/- ની રોકડ રકમ તથા પ્રાઇઝ ટેગ લખવાનું મશીન, બેલ્ટ મશીન, ઇલેક્ટ્રોનિક વજન કાંટો, સીલીંગ મશીન, ઓલ્ડ ફીલિંગ મશીન, બોટલ સીલીંગ મશીન, બેરલ સાથે કુલ 23,17,040 /- રૂપિયાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે.
આરોપી તરીકે મેહુલ નરેન્દ્રભાઈ ઠક્કર (રહે ૧૦૨, શિવ હેરિટેજ ગોકુલધામ સોસાયટી મોરબી) કે જે ડુપ્લીકેટ એન્જિન ઓઇલ બનાવનાર મુખ્ય આરોપી છે તથા અરુણ ગણેશભાઈ કુંડારીયા (રહે. મોરબી રવાપર રોડ સંકલ્પ એપાર્ટમેન્ટ બ્લોક નં ૪૦૪ વાળા)ને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા પોલીસને ઉધતી રાખી એસ એમ સી રેડ કરતા અનેક સવાલો ઉભા થયા છે અમારા અંગત સૂત્રોએ જણાવ્યું હતું કે ટંકારા પંથકમાં અનેક ગેર કાયદેસર ફેક્ટરી ધમધમી રહી છે જેમાં પ્રતી માસ માતબર રકમ અનેક વિભાગના અધિકારીઓને મળતી હોવાથી ગેરકાયદે પ્રવૃત્તિ ફુલી ફાલી છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
