News of Thursday, 24th October 2024
ભૂદેવ કર્મકાંડી સમિતિ જામનગર શાસ્ત્ર આધારિત દિપાવલી પર્વની 01-11-2024ના રોજ ઉજવણી
ધર્મ સિંધુ, નિર્ણય સિંધુ, વ્રત પર્વ વિવેક,બ્રહ્મ વૈવર્ત પુરાણ,તિથિ નિર્ણય વગેરે શાસ્ત્રીય ગ્રંથો આધારે તારીખ 01/11/2024 ના દિપાવલી પર્વ અને લક્ષ્મી પૂજન ઉજવવો એવો ધર્મ અને શાસ્ત્ર સમંત નિર્ણય કરાયો

જામનગર : ભૂદેવ કર્મકાંડી સમિતિ જામનગર દ્વારા શાસ્ત્ર સમંત ધર્મ ચર્ચા કરવાનું નક્કી કરેલું જેમાં દરેક જામનગર છોટી કાશીમાં રહેતા વિદ્વાન ભૂદેવો, જ્યોતિષીઓ, અને કર્મકાંડી ભૂદેવો ની ઉપસ્થિતિમાં, ધર્મ સિંધુ, નિર્ણય સિંધુ, વ્રત પર્વ વિવેક,બ્રહ્મ વૈવર્ત પુરાણ,તિથિ નિર્ણય વગેરે શાસ્ત્રીય ગ્રંથો આધારે તારીખ 01/11/2024 ના દિપાવલી પર્વ અને લક્ષ્મી પૂજન ઉજવવો એવો ધર્મ અને શાસ્ત્ર સમંત નિર્ણય કરેલ છે 31-10-2024 તારીખે લોકાચાર પ્રમાણે દિપાવલી ઉત્સવ છે, જેની દરેક ધર્મપ્રેમી જતાએ નોંધ લેવી તેમ જામનગર ભૂદેવ કર્મકાંડી સમિતિના પ્રમુખ કપિલભાઈ પંડ્યા ,ઉપ પ્રમુખ ભાવેશભાઈ જાની મહા મંત્રી જીગરભાઈ પંડ્યા ખજાનચી વૈભવભાઈ વ્યાસ સહ મંત્રી રવિભાઈ જોશી એ જણાવ્યું છે તેમ ઉપરોક્ત વિગત ભૂદેવ કર્મકાંડી સમિતિ જામનગર મિડિયા કન્વીનર સચિન જોશીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
