News of Friday, 25th October 2024
ચોરાઈ ગયેલ ભેંસને પકડી લાવ્યા ખેડૂતો,જશ લીધો આટકોટ પોલીસે !
બે દિવસ પહેલા આટકોટની સીમમાંથી કિંમતી બે ભેંસ ચોરાઈ હતી જેને આટકોટના ખેડૂતોએ છેક તારાપુરથી આરોપી સાથે પકડી પાડી આટકોટ પોલીસને સોપી દીઘા

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા. 25 : આટકોટના ખેડૂતની વાડીએ બાંધેલ બે ભેંસ ને વાડીએથી જ રાત્રિ દરમિયાન વાહનમાં ચોરીને લઈ જતા ખેડૂતોએ જાતે જ છેક તારાપુરથી ભેસો અને ચોરને પકડી પાડ્યા હતા
ગત તા.22 ના રોજ જયસુખભાઈ વલ્લભભાઈ વઘાસિયાની વાડીએ બાંધેલ બે કિંમતી ભેંસની રાત્રે બોલેરો જીપમાં આવી ચોરીને લઈ આરોપીઓ નાસી છૂટ્યા હતા.
જયસુખભાઈના જણાવ્યા મુજબ મને થોડા સમયમાં જ આ બનાવની જાણ થતા તેમણે આટકોટ પોલીસ, પોતાના મિત્રો અને ભાઈઓને જાણ કરતા જુદી જુદી છ ટીમો બનાવી અલગ અલગ દિશામાં ભેંસો અને આરોપીને પકડી પાડવા પીછો કર્યો હતો.
આ ટીમો માંથી એક ટીમ કાર લઈ છેક તારાપુર ચોકડી સુધી પહોંચી હતી ત્યાં બોલેરો જીપમાં હોટલ ઉપર આ બંને ભેંસો નજરે પડતા યુવાનોએ બોલેરો જીપ અને ભેસનો કબજો કરી લીધો હતો આ ઉપરાંત આરોપી મહેન્દ્ર ઉર્ફે જીગો દોલા સાઢમીયા રહે. રૂપાવટી તા. વિછીયા તેમજ સગીર વયના એક કિશોરને લઈ આટકોટ પોલીસ સ્ટેશન લાવ્યા હતા.
ગામના યુવાનો દ્વારા હિંમત ભર્યા કામથી યુવાનોની પીઠ થાબડવાને બદલે આટકોટ પોલીસે આ યુવાનોનો ક્યાંય ઉલ્લેખ કર્યા વગર પોતે આરોપીને પકડી પાડ્યા હોવાનો લીંબડ જસ ખાટીયો હતો જે બનાવ ને લીધે ગામમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
જોકે જુદી જુદી છ ટીમો બનાવવામાં આવી હતી તેમાં ગોંડલ તરફ ગયેલ ટીમમાં આટકોટ પોલીસના બે કોન્સ્ટેબલ સાથે જોડાયા હતા.
ફરિયાદી જયસુખભાઈના જણાવ્યા મુજબ જે જીપમાં ભેંસો લઈ જવાયેલ હતી તે બોલેરો જીપનો કબજો કર્યાનો ફરિયાદમાં ક્યાંય ઉલ્લેખ નથી કરવામાં આવ્યો તેમજ મારી ભેંસો ની કિંમત ત્રણથી ચાર લાખ હોવાનું પોલીસને જણાવ્યું હોવા છતાં બંને ભેસો ની કિંમત માત્ર 70 હજાર મૂકવામાં આવી છે.
આ બનાવ ના ત્રણ આરોપી રોહિત કવુ જખાનિયા રહે.સોમલપર તા. જસદણ,વિપુલ કાના સાઢમીયા રહે.ખારચીયા તા.વિંછીયા અને ત્રીજો અક્ષય ની હજુ ધરપકડ કરવાની બાકી છે આ બનાવની વધુ તપાસ આટકોટ પોલીસ ચલાવી રહી છે.
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
