તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
પાંચ હજારની ઓફર સામે દર વર્ષે ૧૦ લાખ , અને ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ માટે ૨૦ લાખનું ડોનેશન અને જમીન વળતર પેટે ૬૦ લાખ ની માતબર રકમ ચાર ગુજરાતી પાસ સરપંચે મંજૂર કરાવ્યા
અને ઓખા દ્વારકાના અગ્રણી સ્વ. મનસુખભાઈ બારાઇની કોઠાસૂઝ પર સિનિયર અધિકારીઓ આફ્રિન પોકારી લોક હિતની તમામ માંગણી સ્વીકારેલ.. : માણસ પારખું, વ્યહવાર કુશળ રાજકીય , સામાજિક અગ્રણીને માત્ર પરિવાર નહિ, તમામ સ્તરનાં લોકો હજુ યાદ કેમ કરે છે? ચોથી પુણ્ય તિથિએ અનુકરણીય સત્ય કથા...

ઓખા તા.૨૫ : સ્વ મનસુખભાઈ બારાઈની આજે ચોથી પુણ્ય તિથિ, આજે પણ લોકો તેમની વ્યવહાર કુશળતા, નિર્ભયતા, પ્રમાણિકતા સહિત ના ગુણો ને યાદ કરી તેમની ગેર હાજરી અનુભવી રહ્યા છે..
ચાર ગુજરાતી પાસ, ભણેલ નહીં પણ ગણેલ એવા શ્રી મનસુખભાઈ બારાઈ એ મોટા ગજાના IAS અધિકારી ઓ ની સામે એકલા હાથે ઝઝૂમી ઓખા ગ્રામ પંચાયત ને લાખો રૃપિયાની આવક કરાવી આપેલ હતી.
નાનપણથી જિંદગી ની પાઠશાળા માં પ્રેક્ટિસ અનુભવો થી ઘડાયેલ સ્વ. મનસુખભાઈ બારાઈ એ તેમની આગવી કોઠાસૂઝ અને આવડત ને લઈ સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે અનેક વિધ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી.
સ્વ મનસુખભાઈ બારાઈ જ્યારે ઓખા ગ્રામ પંચાયત ના સરપંચ હતા ત્યારે તેઓ એ પોતાની આગવી કોઠા સૂઝ થી ઓખા ગ્રામ પંચાયત ને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા અપાવી હતી. આ ઉપરાંત તેઓ એ ઓખા ગ્રામ પંચાયત અને ગુજરાત મેરી ટાઇમ બોર્ડ પાસે થી લાખો રૃપિયા પણ અપાવયા હતા.
ઓખા ગ્રામ પંચાયત અને મેરી ટાઈમ બોર્ડ વચ્ચે જમીન બાબતે ઉચ્ચ ન્યાયાલયમાં એક કેસ વર્ષોથી ચાલતો હતો. ત્યારે કોર્ટે એવો આદેશ આપ્યો કે બન્ને સરકારી સંસ્થાઓ છે અને ઘર મેળે સમાધાન કરી લો. કોર્ટ એ આદેશ આપ્યો એટલે GMB તેના અધિકારીઓ દ્વારા ઓખા ગ્રામ પંચાયત ના સરપંચ નો સંપર્ક કર્યો અને મીટિંગ ગોઠવી. GMB ના અધિકારીઓ તો બેફિકર હતા કે માગી માગી ને સરપંચ શું માગે, પણ તેઓ ને એ ખ્યાલ ન હતો કે કેની જોડે તેનો પનારો પાડવાનો છે.
મીટિંગ નક્કી થઈ, સંજોગવસાત તેઓ ને એકલા જવા નો
વારો આવ્યો અને તેને લઈ મનસુખભાઈ વધુ ખુશ હતા.
મિટિંગ શરૂ થઈ, એક બાજુ મનસુખભાઈ એકલા અને સામે પક્ષે ભણેલ ગણેલ ઉચ્ચ અધિકાર ઓ નો કાફલો. GMB ના અધિકારીઓએ માત્ર 5000(માત્ર પાંચ હજાર રૂપિયા ) ના વળતર થી શરૂઆત કરી હતી. જમાના ના ખાધેલ મનસુખભાઈ એ પહેલાં થી જ પરિસ્થિતિ નો ક્યાસ મેળવી લીધો હતો.. એક તો કોર્ટ નો આદેશ અને બીજી તરફ સરકાર ના મંત્રીઓ અને ખુદ મુખ્યમંત્રી શ્રી એ પણ અંગત રસ લઇને આ મેટર તુરંત કોઈ પણ ભોગે પૂરી કરવા ઓર્ડર આપ્યો હતો તેથી GMB એ કોઈ પણ કિંમતે આ મેટર પૂરી કરવા ની હતી.
પાંચ હજાર થી શરૂ કરેલ ઓફર શ્રી મનસુખભાઈ 60 લાખ સુધી લઈ ગયા તે ઉપરાંત દરવર્ષે 10 લાખ અને તે સમયે ઓખા ગ્રામ પંચાયત દ્વારા ઓખા ના લોક લાડીલા ધારા સભ્ય પબુભા માણેક ના પરીવાર ના સહયોગથી નવી બની રહેલ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ માટે પણ 20 લાખ રૂપિયા નું ડોનેશન લેતા આવ્યા.
આ હતી મનસુખભાઈ ની આવડત અને વ્યવહાર કુશળતા જેને લોકો આજે પણ ખરા દિલથી યાદ કરી રહ્યા છે..
(-આલેખન :ભરતભાઇ બારાઈ
મો.9824041849)
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
