તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
જામકંડોરણા તાલુકાના દડવી ગામે વિશ્વ આયુર્વેદ દિવસની ઉજવણી

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૫: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,નિયામક શ્રી આયુષ કચેરી, જિલ્લા આયુર્વેદ અધિકારી જિલ્લા પંચાયત રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા. ૨૪/૧૦/ના વિશ્વ આયુર્વેદ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
સરકારી આયુર્વેદ દવાખાનું વડાળી અને સરકારી હોમિયોપેથિક દવાખાનું જામકંડોરણા દ્વારા આયુષ ગ્રામ-દડવી અંતર્ગત શિવ મંદિર દડવી ખાતે વિનામૂલ્યે મેગા આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ ૧૭૬ દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પ માં આયુર્વેદ નિષ્ણાંત તરીકે ડો. સમીર ગઢિયા અને હોમિયોપેથિક નિષ્ણાંત તરીકે ડો.અમીશ્રી યાજ્ઞિકે ફરજ બજાવી હતી. ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા આ કામગીરીને બિરદાવવામાં આવી હતી.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
