<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

પોરબંદર જિલ્લામાં ૬ મહિનામાં ૩૦થી વધુ લોકોના શોર્ટ લાગવાથી મૃત્‍યુ

ભીના હાથે સ્‍વીચ બોર્ડને અડવુ નહીઃ વીજ વાયરમાં સાંધા હોય તો બદલવા જોઇએ : ખેતર-વાડી વિસ્‍તારમાં કુવા ઉપરની ઇલે. મોટર ચાલુ કરતી વખતે સાવધાની રાખવી જોઇએ

પોરબંદર તા.રપ : પોરબંદર શહેર અને જિલ્લામાં વીજ શોક લાગવાને કારણે મળત્‍યુના બનાવ વધ્‍યા છે. તેમાં પણ ખાસ કરીને નાની ઉંમરના યુવાનો મહિલાઓ  છેલ્લા છ મહિનામાં આ રીતે ૩૦ થી વધુ માત્રામાં મોતને ભેટયા છે.

હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્‍યું હતું કે પોરબંદર શહેર અને જિલ્લામાં વીજ શોક લાગવાને કારણે મળત્‍યુનું પ્રમાણ વધ્‍યું છે. છેલ્લા છ મહિનામાં જ પોરબંદર જિલ્લામાં ૩૦થી વધુ લોકો આ રીતે મળત્‍યુ પામ્‍યા છે.ઘરે કે વાડીએ પાણીની ઇલેક્‍ટ્રીક મોટર શરૂ કરવા જતા જોરદાર આંચકો લાગવાને કારણે અસંખ્‍ય લોકો મળત્‍યુ પામ્‍યા છે. ત્‍યારે આ મુદ્દે જાગળતિ લાવવી જરૂરી બની છે. લોકોએ પણ ભીના હાથે સ્‍વીચ બોર્ડને સ્‍પર્શવા જોઈએ નહીં.

તે ઉપરાંત જો કયાય પણ વાયરીંગમાં ક્ષતિઓ જણાતી હોય કે વાયર તૂટેલા જણાતાં હોય તો તાત્‍કાલિક ઇલેક્‍ટ્રિશિયન નો સંપર્ક સાધીને અથવા મુખ્‍ય વીજતંત્રના વાયરમાં સાંધા હોય તો પીજીવીસીએલ તંત્રને જાણ કરીને તેનું સંમારકામ તાત્‍કાલિક કરાવવું જોઈએ. રામદેવભાઈ મોઢવાડિયા એ વધુમાં જણાવ્‍યું છે કે ગ્રામ્‍ય પંથકમાં વાડી વિસ્‍તારમાં કુવા ઉપર રાખેલી પાણીની મોટર ની ઓરડીમાં જ્‍યારે સ્‍વીચ ચાલુ કરવા લોકો જાય છે ત્‍યારે જોરદાર વિજ કરંટ આવે છે અને તેના કારણે મળત્‍યુ પામ્‍યા હોય તેવા લોકોની સંખ્‍યા ખૂબ મોટી છે. માટે વાડી વિસ્‍તારમાં રહેતા લોકોએ પણ આ મુદ્દે સાવચેત રહેવું જોઈએ અને વાયરીંગ બરાબર છે કે કેમ તે તપાસવું જોઈએ.  તે અંગે જાગૃત થવા રામદેવભાઇએ જણાવ્‍યું છે.

(2:00 PM IST)