તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
સુત્રાપાડાઃ ગોૈવંશ કતલના ગુનામાં ત્રણ મહિલા સહિત સાત આરોપીઓને બે વર્ષની સજા ફટકારતી અદાલત

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા તા.રપઃ સુત્રાપાડા તાલુકાના રાખેજ ગામે ૧૧ વર્ષ પૂર્વે ઝડપાયેલા કતલખાનાના ૩ મહિલા સહિત સાત ખાટકીઓને સુત્રાપાડા કોર્ટે બે વર્ષની કેદ તેમજ ૧૦ હજારનો દંડ ફટકારતા આરોપીઓને જેલ હવાલે કરાયા છે.
આ સમગ્ર કેસની વિગત આપતા સુત્રાપાડા કોર્ટના આસિ.પબ્લિક પ્રોસિકયુટર એસ.બી.મલિકે જણાવ્યું હતું કે, ગત ૧૯/૦૧/૨૦૧૩ના સુત્રાપાડાના રાખેજ ગામે કતલખાનું ચાલતું હોવાની સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા સુત્રાપાડા પોલીસ દ્વારા રાખેજ ગામે વજુભાઈ પરમારના વાડામાં દરોડો પડતા સ્થળ પરથી ડબ્બામાં ૧૨ કિલો ગૌમાંશ તેમજ ચાર ખરીઓ શીંગડાઓ, પુંછડી, કુહાડી, છરી, કરવત તેમજ સ્થળ પર બળદો જીવ-૨૧ તથા વાછરડાઓ જીવ નંગ-૫ બકરી જીવ નંગ-૧ મળી કુલ ૨૭ અબોલ જીવ તેમજ ૫ બળદગાડા સાથે ૩ આરોપીઓ રંગેહાથ ઝડપાઇ આવેલા. જ્યારે અન્ય ૪ આરોપીઓ નાસી ગયા હતા. પોલીસે આ ઘટના સંદર્ભે ૩ મહિલા સહિત સાત આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો.કલમ-૨૯૫એ, ૪૨૯, ૧૧૪ તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ ૨૦૧૧ની કલમ ૬બી, ૮, ૧૦ તથા પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમ-૧૧(એલ) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કેસ સુત્રાપાડા કોર્ટમાં ચાલી જતાં આ કેસમાં સરકાર તરફ સરકારી વકીલ એસ.બી.મલિકે દસ્તાવેજી પુરાવા અને સાહેદો સાથે સજ્જડ પુરાવાઓ સાથે ધારદાર દલીલો કરતાં કોર્ટે તમામ આરોપીઓ (૧) ધકુબેન કરશન ઉર્ફે વિજય સોલંકી, (૨) ગોરલબેન ભાવેશભાઇ વિક્રમભાઈ સોલંકી, (૩) આયરૂબેન દહુરભાઇ ઉર્ફે દહેશ વિક્રમભાઇ સોલંકી, (૪) કરશનભાઇ નવઘણભાઈ સોલંકી, (૫) ભાવેશભાઈ કાનાભાઈ સોલંકી, (૬) દેહુર ઉર્ફે દહેશભાઈ કાનાભાઈ સોલંકી, (૭) કાનાભાઈ કાંતિભાઈ સોલંકીને આ ગુનામાં તકસીરવાન ઠેરવી તમામ આરોપીઓને ૨ વર્ષની કેદ તેમજ રૂ. ૧૦ હજાર દંડ ફટકારતા તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતાગુનો સુત્રાપાડા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજી.નં.-૦૦૦૩/૧૩થી નોંધાયેલા અને તે સંદર્ભે તપાસ કરનાર અમલદારે જરૂરી તપાસ કરી તેમજ લાગતા વળગતા સાહેદોનાં વિગતવાર નિવેદનો નોંધી તેમજ બનાવવાળી જગ્યાનું પંચનામું કરી તપાસના અંતે આરોપીઓ વિરૂદ્ધ પુરતો પુરાવો જણાતાં આરોપીને અટક કરી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
