<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th October 2024

પોરબંદરનો બુટલેગર ‘‘ પાસા'' માં ધકેલાયોઃ અમદાવાદ જેલ હવાલે

 

પોરબંદર તા. ૨૫: બુટલેગર મુકેશ જગન  રે. એમ.પી. વાળાની પોલીસે પાસા વોરન્‍ટના આધારે ધરપકડ કરીને અમદાવાદ જેલ હવાલે કરેલ છે.  પોરબંદર ગ્રામ્‍યનાઓના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પો. સ્‍ટે. કલમ- ૬૫ (ઇ), ૧૧૬ બી, ૮૧, ૮૩, ૯૮, (૨) મુજબના ગુન્‍હામાં સંડોવાયેલ આરોપી મુકેશ  જગન ગાડગે ઉ.વ. ૪૧ રહે બાઇ ગામ તા. મહુ જી. ઇન્‍દોર (એમ.પી.) વાળા વિરૂધ્‍ધમાં પોલીસ અધિક્ષકની સુચના મુજબ ઇન્‍ચાર્જ પો. ઇન્‍સ. શ્રી એલ.સી.બી. પોરબંદરનાઓએ પાસા દરખાસ્‍ત તૈયારી કરી પોરબંદર જીલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી તરફ મોકલતા પોરબંદર  જિલ્લા  મેજીસ્‍ટ્રેટ શ્રી એસ.ડી. ધાનાણી દ્વારા પાસા હેઠળ અમદાવાદ જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્‍ટ ઇસ્‍યુ કરતા એલસીબી ઇન્‍ચાર્જ  પી.આઇ. આર. કે. કાંબરીયા સામાવાળાને પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ જેલ ખાતે મોકલી આપેલ છે.

બુટલેગરની પાસા હેઠળ ધરપકડની કામગીરીમાં પોરબંદર એલસીબી ઇ/ચા પો. ઇન્‍સ.શ્રીઆર.કે. કાંબરીયા તથા એએસઆઇ બટુકભાઇ વિંઝુડા રણજીતસિંહ દયાતર, ડબ્‍લયુએએસઆઇ રૂપલબેન લખધીર તથા એચસી વિપુલભાઇ ઝાલા, કુલદિપસિંહ જાડેજા, તથા કુતિયાણા પો. સ્‍ટે. ના એચસી પ્રદિપભાઇ પાંડાવદરા તથા પીસી અશોકભાઇ જાડેજા તથા પો. હેડકવા. ના આઉટ સોર્સ ડ્રાઇવર નાગાજણભાઇ ખુંટીનાઓ રોકાયેલ હતા

(1:33 PM IST)