તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 27th October 2024
૪ વર્ષથી માત્ર એક લોટો નર્મદાના જળપાન કરીને હજારો દિવસથી તપસ્યા કરનાર અવધુત સાધુ સમર્થ ભૈયાજી સરકાર"દાદાગુરૂ"ની ટંકારામા પધરામણી
ટંકારા પી.એસ.આઈ. એમ. જે. ધાંધલ દ્વારા પર્યાવરણ માટે અનેકો વૃક્ષ ઉછેરી પોલીસ સ્ટેશન હરીયાળુ કરવાની ભાવનાથી પોલીસ મથકે પટાંગણમાં એક વૃક્ષનુ વાવેતર કર્યુ

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૨૭
ભારતની મહાન યોગ પરંપરાના વાહક અવધુત સાધુ સમર્થ ભૈયાજી સરકાર ઉર્ફે દાદાગુરૂ માત્ર એક લોટો (માં રેવા) નર્મદાના જળપાન કરીને હજારો દિવસથી તપસ્યા કરનાર સંતે આજે ટંકારા પધરામણી કરી હતી.
રાજકોટ તરફ જતી વેળાએ ટંકારા પી એસ આઈ એમ. જે. ધાંધલ જે પર્યાવરણ માટે અનેકો વૃક્ષ ઉછેરી પોલીસ સ્ટેશન હરીયાળુ કરવાની ભાવનાથી પોલીસ મથકે પટાંગણમાં એક વૃક્ષનું વાવેતર કર્યુ હતું. આ તકે પ્રકુતી જીવ છે જેની જાળવણી કરી આપણે જીવંત રહી શકવાની વાત કરીને ટંકારામા વૃક્ષો પ્રત્યેની ચિવટની ખુબ પ્રશંસા કરી હતી.
17 ઓક્ટોબર 2020 થી અન્ન ત્યાગ કરી માત્ર એક લોટો નર્મદા મૈયાનનુ પાણી પી મહાવ્રતનુ પાલન કરનાર દાદાગુરૂએ ખુબ રાજીપો વ્યક્ત કરીને ગુજરાત ભ્રમણ વખતે ટંકારા આર્ય સમાજના સ્થાપકની જન્મભૂમિ નિહાળવા પધારશે તેમ જણાવ્યું હતું.
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
