<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

યાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વેએ ઉધના-મહુવા વચ્ચે ખાસ ટ્રેન 30મીએ અને મહુવા-ઉધના વચ્ચે 31મીએ દોડશે

ટિકિટોનું બૂકિંગ આજથી શરૂ થશે : ટ્રેન બન્ને દિશામાં રાજુલા જંકશન, સાવરકુંડલા, લીલીયા મોટા, દામનગર, ઢસા, ધોળા, નિંગાળા, બોટાદ, ધંધુકા ઊભી રહેશે

ભાવનગર : દિવાળી અને છઠ પૂજા દરમિયાન ટ્રેનોમાં થવા વાળી ભીડને ધ્યાનમાં રાખીને યાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલ્વેએ મહુવા અને ઉધના સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. 

ભાવનગર ડીઆરએમ રવીશ કુમારના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર ૦૯૦૧૮ મહુવા-ઉધના સ્પેશિયલ ગુરુવારે ૩૧ ઓક્ટોબરના રોજ મહુવાથી ૧૩.૧૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૪.૦૦ કલાકે ઉધના સ્ટેશન પહોંચશે. એજ રીતે ટ્રેન નંબર ૦૯૦૧૭ ઉધના-મહુવા સ્પેશિયલ ઉધના સ્ટેશનથી બુધવારે ૩૦ ઓક્ટોબરના રોજ રાત્રે ૨૧.૪૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૯.૧૦ કલાકે મહુવા પહોંચશે.

આ ટ્રેન રાજુલા જંકશન, સાવરકુંડલા, લીલીયા મોટા, દામનગર, ઢસા, ધોળા, નિંગાળા, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા, ગાંધીગ્રામ, અમદાવાદ, વડોદરા અને સુરત સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને એસએલઆરડી ક્લાસ કોચ છે.

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ટ્રેનોમાં એસએલઆરડી કોચને અનરિઝર્વ્ડ કોચ તરીકે ચલાવવામાં આવશે અને આ કોચના મુસાફરો માટે યુટીએસ દ્વારા ટિકિટ આપવામાં આવશે. નિયમો અનુસાર, સ્પેશિયલ ટ્રેનોના અનરિઝર્વ્ડ કોચમાં સુપરફાસ્ટ મેલ એક્સપ્રેસ ટ્રેનનું ભાડું લાગુ પડે છે.

ટ્રેન નંબર ૦૯૦૧૮ અને ૦૯૦૧૭ માટે ટિકિટ બૂકિંગ આવતીકાલ તા.૨૭ને રવિવારથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ખુલશે. 

(3:15 PM IST)