<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

સાવરકુંડલામા સાંજે ધરતીકંપનો આંચકો અનુભવાયો

લોકો ઘરની બહાર દોડી ગયા : એકબીજાને પૂછપરછ કરવા લાગ્યા

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા.૨૭

સાવર કુંડલા ખાતે દિવાળી તહેવારોને છેલ્લા રવિવારે સાંજે લોકો તહેવારોની તૈયારીમાં વ્યસ્ત હતા ત્યારે સાંજના પાંચને 20 કલાકે ધરતીકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો                દિવાળીના તહેવારોનો છેલ્લો રવીવાર હોય બજારમાં ખરીદીનો ધમધમાટ હતો ઉપરાંત ઘરે ઘરે સાફ-સફાઈ નું કામ ચાલુ હતું ત્યારે જ ભારે જનજણાતી વાળો આંચકો અનુભવાતા લોકો ડર ના માર્યા બહાર દોડી આવ્યા હતા અને એકબીજાને પૂછપરછ કરવા લાગ્યા હતા ધરતીકંપના આચકા થી 26/ 1/ 2001 ના અનુભવાયેલા ભયંકર ધરતી કંપની યાદ લોકોને તાજી થઈ ગઈ હતી ચિંતાગ્રસ્ત લોકો પોત પોતાના સગા સંબંધીઓને ફોન મારફત સમાચાર પૂછવા લાગ્યા હતા.

(5:54 PM IST)