<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

જુનાગઢમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ

સાંજે 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો

જૂનાગઢ; જુનાગઢમાં ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સાંજે 5 કલાક 16 મિનિટની આસપાસ જૂનાગઢની ધરતી ધણધણી ઊઠી હતી. અચાનક આવેલા ભુંકપના આંચકાથી શહેરીજનો ભયભીત થઈ ગયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂંકપના આંચકાની તીવ્રતા 4.2ની હતી. નુકશાનનાં કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી પરંતુ લોકોમાં ભય વ્યાપી ગયો હતો

(5:58 PM IST)