<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

સુરેન્દ્રનગરમાં એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત : બસમાં સવાર 30થી વધુ મુસાફરોનો આબાદ બચાવ

અકસ્માત કર્યા બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર:સ્થાનિક પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગરમાં એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ પર અકસ્માત થતા મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યા હતા. સદનસીબે બસમાં સવાર 30થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો. અકસ્માત કર્યા બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થયો. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી છે.

(9:20 PM IST)