<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડમા ચેરમેન વાઇસ ચેરમેન બીન હરીફ જાહેર

પ્રભાસપાટણ:વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડ મા ચેરમેન વાઇસ ચેરમેનની ટર્મ પુર્ણ થતાં ચેરમેન પદે પરેશભાઈ ગોવિંદભાઈ પરમાર અને વાઈસ ચેરમેનપદે કોળી સમાજ ના અને પુર્વ સરપંચ અને પુર્વ તાલુકા પંચાયતના સદસ્ય કાળુભાઇ મેરની વરણી કરવામાં આવેલ છે આ તકે ઉપસ્થિત યાર્ડ ના તમામ ડાયરેક્ટરો અને આગેવાનો એ ચેરમેન વા ચેરમેનને ફુલ હાર પહેરાવી અને સ્વાગત સન્માન કરેલ 

      કાજલી માર્કેટીંગ યાર્ડનુ સુકાન યુવા ચેરમેન પરેશભાઈ પરમાર દ્વારા સભાળેલ ત્યારથી યાર્ડ નો ખુબજ વિકાસ થયેલ છે અને સતત વિકાસ ની કામગીરી થય રહેલ છે તેમજ યાર્ડ મા ખેડૂતો અને વેપારીઓને કોઈ જાતની મુશ્કેલી ન પડે તે માટે ચેરમેન વાઇસ ચેરમેન સહિત સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે અને યાર્ડની બંને બાજુ નેશનલ હાઇવે રોડ આવેલ હોવાથી ખેડૂતોને પોતાનો માલ સામાન લાવવામાં ખુબજ સરળતા રહે છે સાથે વિશાળ ડોમ પાર્કિંગ ની સુવિધા અને યાર્ડના નીચેનાં ભાગે આર સી સી આવેલ હોવાથી માલ સામાનનો બગાડ થતો નથી 

(10:39 PM IST)