<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

ગોંડલ તાબાના સુલતાનપુરનાં ASI અને લોક રક્ષક 40 હજારની લાંચ લેતા ઝડપાયા.

મારકૂટ નહિ કરવા સાથે પાસાની દરખાસ્ત નહીં કરવા રકમ માગતા ફરિયાદી દ્વારા 1064 ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરતા રાજકોટ એસીબી મદદનીશ નિયામક કૃષ્ણકુમાર સિહ ગોહિલનાં સુપરવિઝનમાં રાજકોટ ગ્રામ્યના પીઆઇ જે. એલ. આલ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી.:ACB વડા શમશેરસિંઘ દ્વારા પ્રજામાં જગાવેલ વિશ્વાસનો પડઘો પડયો

રાજકોટ  . ગોંડલ તાબાના સુલતાનપુર પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહિબિશન ગુન્હામાં માર ન મારવા અને પાસા હેઠળ દરખાસ્ત ન કરવા જાગૃત ફરિયાદી પાસે 40 હજારની લાંચ માંગેલ.   ફરીયાદીને acb વડા શમશેરસિંઘ કોઈની શેહ શરમ વગર પગલાં લેવડાવવા માટે જાણીતા હોવા સાથે રાજકોટનાં મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિહ ગોહિલની છાપ પણ ખૂબ સારી હોવાથી ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ કરતા આરોપી asi પૂરંણચંદ્ર‌ સેની  તથા શિવભદ્રસિહ વાઘેલા લોક રક્ષક વિરૂદ્ધ ફરિયાદ કરતા સુલતાનપુર પોલીસ મથકમાં જ છટકુ ગોઠવો રાજકોટ ACB ના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિહ ગોહિલના સુપરવિઝનમાં  રાજકોટ ગ્રામ્યના પીઆઇ જે. એમ.આલ ટીમ દ્વારા ગોઠવાયેલ છટકામાં ઝડપાઇ ગયા હતા.


 

(11:08 PM IST)