News of Monday, 28th October 2024
હળવદમાં ટ્રાફિકને નડતરરૂપ ૩૩ વાહનો ડિટેઇન કરતુ પોલીસ તંત્ર
૬ વાહનચાલકો સામે ૨૮૩ મુજબનો કેસ કરાયોઃ કુલ રૂા. ૭૬૦૦નો દંડ ફટકારાયો

(દીપક જાની દ્વારા)હળવદ,તા. ૨૮: હળવદ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત પોલીસે ગઈકાલે ટ્રાફિકની ખાસ ડ્રાઇવ યોજી હતી. જેમાં અનેક વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ડ્રાઇવમાં ૩૩ વાહનો જે રોડ રસ્તા ઉપર ટ્રાફિકને નડતરરૂપ હતા તેને ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ સાથે ૬ વાહનચાલકો સામે ૨૮૩ મુજબનો કેસ કરવમાં આવ્યો હતો. પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ કુલ રૂ.૭૬૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
