News of Monday, 28th October 2024
મૂળીનાં પલાસા પાસે પીકઅપ કાર ૫૦ ફુટ ઉંડા તળાવમાં ખાબકીઃ ૧૨ મુસાફર ઘાયલ
ખાખરાળાથી પલાસા તરફ મજૂર ભરી જતી કારનાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો

વઢવાણ,તા. ૨૮: મૂળી તાલુકામાં અવાર નવાર અકસ્માત સર્જાય છે. માલવાહક વાહનોમાં પશુની જેમ લોકો ભરવામાં આવે છે. તેમ છતા તંત્ર મુક પ્રેક્ષક બની બધુ નિહાળે છે. ત્યારે ખાખારાળાથી અંદાજે ૨૦ જેટલા મજૂર ભરી પલાસા પીકઅપ કારનો તળાવની પાળ પાસે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા પીકઅપ રોડથી અંદાજે ૫૦ ફૂટ જેટલા ઊંડા તળાવમાં પલ્ટી મારી ગઇ હતી. જેથી કારમાં સવાર ૨૦ જેટલા મુસાફરોનો જીવ તાળવે ચોંટયો હતો.
અકસ્માતને પગલે સમગ્ર વિસ્તાર રાડો અને ચિંચયારીથી ગુંજી ઊઠ્યો હતો. અકસ્માતમાં ૧૨ જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચતા તાત્કાલિક ૧૦૮ અને ખાનગી વાહનનની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા.
આ અંગે મૂળી પોલીસને જાણ થતા સ્ટાફનાં પોલીસે ઘટના હોસ્પિટલ ઇજાગ્રસ્તોને મળી આગળની કાર્યવાહી આરંભવામાં આવી છે.
અકસ્માતના ઇજાગ્રસ્તો
વિક્રમભાઇ ભરતભાઇ સાતોલા, સજનબેન પ્રભુભાઇ, હર્ષદભાઇ કલાભાઇ, સંજયભાઇ જેસીંગભાઇ, મેનાબેન જાદુભાઇ, સવિતાબેન જાદુભાઇ, બળવંતભાઇ જાદુભાઇ, આરતિબેન કાળુભાઇ, કોમલબેન બળદેવભાઇ, મનિષાબેન વિરમભાઇ સાતોલા, જયંતિભાઇ ગોવિંદભાઇ કણજરીયા, જનુબેન વિરમભાઇ સાતોલા છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
