<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલનું દુધાળા-લાઠી સ્થિત હેલિપેડ પર ઉષ્માભર્યું સ્વાગત

સાંસદ ભરતભાઈ સુતરિયા, મંત્રીઓ કુંવરજીભાઈ બાવળીયા, મુકેશભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્યો જે.વી.કાકડીયા, જનક તળાવીયા, હિરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા સહિતનાએ પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા

અમરેલી તા.૨૮ :  આજરોજ લાઠી-અમરેલી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અંદાજે રુ.૪,૮૦૦ કરોડથી વધુના ખર્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગના ૧,૬૦૦ જેટલાં વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે. 

આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી  સી. આર. પાટીલ દુધાળા-લાઠી આવી પહોંચતા હેલિપેડ ખાતે પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારી  ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી  સી. આર. પાટીલને અમરેલી સાંસદ  ભરતભાઈ સુતરિયા, રાજ્ય સરકારના પાણી પુરવઠા મંત્રી  કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યમંત્રી  મુકેશભાઈ પટેલ, નાયબ મુખ્ય દંડક  કૌશિકભાઈ વેકરિયા, જિલ્લાના ધારાસભ્યો  જે.વી.કાકડીયા,  જનક તળાવીયા,  હિરાભાઈ સોલંકી,  મહેશભાઈ કસવાલા, જિલ્લા કલેકટર  અજય દહિયા, ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી  પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘ સહિતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા.

(ધર્મેશ વાળા)

(3:08 PM IST)